✕

એશિયન ગેમ્સની વિમેન્સ હૉકી ફાઇનલમાં ભારતીય ટીમની ૮ વર્ષે એન્ટ્રી થઈ

01 October, 2026 12:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતે આ ઇવેન્ટમાં ૪૪ વર્ષ પહેલાં જીત્યો હતો ગોલ્ડ

એશિયન ગેમ્સ 2026માં ભારતે હમણાં સુધી ૧૦ ગોલ્ડ, ૨૧ સિલ્વર, ૨૯ બ્રૉન્ઝ સહિત ૬૦ મેડલ સાથે મેડલ-ટૅલીમાં આઠમું સ્થાન મેળવ્યું.

ભારતીય મહિલા હૉકી ટીમ એશિયન ગેમ્સ 2026ની ફાઇનલમાં પહોંચી છે. ટીમે બીજી સેમી-ફાઇનલમાં સાઉથ કોરિયા સામે ૨-૦થી જીત મેળવીને ચોથી વખત ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. છેલ્લે ૮ વર્ષ પહેલાં ભારત ફાઇનલમાં પહોંચ્યું હતું.
૧૯૮૨માં પોતાનો એકમાત્ર સુવર્ણ ચંદ્રક જીતનાર ભારતનો સામનો બે ઑક્ટોબરે ફાઇનલમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચીન સામે થશે. આ ઇવેન્ટમાં ભારત ૧૯૯૮ અને ૨૦૧૮માં સિલ્વર મેડલ જીત્યું હતું. ૧૯૮૬, ૨૦૦૬, ૨૦૧૪ અને ૨૦૨૨માં ભારતના ખાતામાં બ્રૉન્ઝ મેડલ આવ્યો હતો. 

એશિયન ગેમ્સ 2026ની અન્ય મહત્ત્વપૂર્ણ અપડેટ 
 ગઈ કાલે ભારતે ત્રણ બ્રૉન્ઝ સહિત ૭ મેડલ જીત્યા. ૪ ગોલ્ડ મેડલને કારણે વર્તમાન સીઝનમાં ભારતનો આ સૌથી સફળ દિવસ હતો.
 ભારતની મેન્સ અને વિમેન્સ સ્ક્વૉશ ટીમે આજે રમાનારી સેમી-ફાઇનલમાં પહોંચીને મેડલ પાકા કર્યા છે.
 આજે ભારતની મેન્સ વૉલીબૉલ ટીમ ક્વૉર્ટર ફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાશે.
 એશિયન ગેમ્સમાં ૨૮ વર્ષ પછી ભારતને ટેનિસ મેન્સ ડબલ્સમાં એક પણ મેડલ નહીં મળશે. ભારતીય જોડીને ગઈ કાલે ક્વૉર્ટર ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેઇ સામે હાર મળી હતી. છેલ્લી ૬ સીઝનમાં ભારતે આ ઇવેન્ટમાં ૪ ગોલ્ડ, બે સિલ્વર અને બે બ્રૉન્ઝ જીત્યા હતા. 

sports news sports hockey indian womens hockey team asian games