તીરંદાજોની તાણ દર્શકો જોઈ શકશે

19 July, 2021 04:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તીરંદાજી વર્લ્ડ કપ દરમ્યાન આ ટેક્નિકની ટ્રાયલ કરવામાં આવી હતી, પરંતુ એને સ્ક્રીન પર ક્યારેય દેખાડવામાં આવી નહોતી. 

ભારતીય તીરંદાજોની ટીમનું સ્વાગત કરતા કુરબે સિટી ટીમ. તસવીર : પી.ટી.આઇ.

ઑલિમ્પિક્સમાં તીરંદાજોની તાણનું સ્તર અને હૃદયના ધબકારા નૉકઆઉટ રાઉન્ડ દરમ્યાન દર્શકો ટીવી પર લાઇવ જોઈ શકશે. ટોક્યો ઑલિમ્પિક્સમાં પહેલી વખત આ ટેક્નિકનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં વાપરવામાં આવેલો કૅમેરા લોહીના દબાણમાં થતા ફેરફારને કારણે ચામડીના રંગ અને આકરમાં થતા ફેરફાર પર નજર રાખશે. જેના દ્વારા હૃદયના ધબકારા અને કેટલો તાણ સ્પર્ધકો અનુભવી રહ્યા છે એની ખબર પડશે. તીરંદાજી વર્લ્ડ કપ દરમ્યાન આ ટેક્નિકની ટ્રાયલ કરવામાં આવી હતી, પરંતુ એને સ્ક્રીન પર ક્યારેય દેખાડવામાં આવી નહોતી. 

sports news sports