ટોક્યો ઑલિમ્પિક્સને લાગ્યો કમર્શિયલ ઝટકો

20 July, 2021 12:35 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

મહામુશ્કેલીએ એક વર્ષ પોસ્ટપોન્ડ થયા બાદ શુક્રવારથી શરૂ થઈ રહેલા ટોક્યો ઑલિમ્પિક્સને ગઈ કાલે એક મોટો કમર્શિયલ ઝટકો લાગ્યો હતો.

ટોક્યો ઑલિમ્પિક્સને લાગ્યો કમર્શિયલ ઝટકો

શુક્રવારે શરૂ થઈ રહેલી આ મેગા ઇવેન્ટના સ્પૉન્સર ટોયોટાએ લોકોની નારાજગીને ધ્યાનમાં રાખીને નિર્ણય જાહેર કર્યો કે ઑલિમ્પિક્સને લગતી કોઈ ઍડ ટીવી પર પ્રસારિત નહીં કરે અને કંપનીના પ્રેસિડેન્ટ ઓપનિંગ સેરેમનીમાં સામેલ નહીં થાય.મહામુશ્કેલીએ એક વર્ષ પોસ્ટપોન્ડ થયા બાદ શુક્રવારથી શરૂ થઈ રહેલા ટોક્યો ઑલિમ્પિક્સને ગઈ કાલે એક મોટો કમર્શિયલ ઝટકો લાગ્યો હતો. આ ગેમ્સના સ્પૉન્સર ટોયોટાએ નક્કી ર્ક્યું છે કે આ ઑલિમ્પિક્સને લગતી કોઈ પણ ઍડ તેઓ ટીવી પર પ્રસારિત નહીં કરે. એ ઉપરાંત કંપનીના પ્રેસિડેન્ટ અકિયો ટોયોડા પણ શુક્રવારે યોજાનારી ઓપનિંગ સેરેમનીમાં સામેલ નહીં થાય. જપાનની સૌથી મોટો ઑટોમેકર ટોયોટાના ગેમ શરૂ થવાને આડે ત્રણેક દિવસ બાકી છે ત્યારે જાહેર કરેલા આ નિર્ણયને ઑલિમ્પિક માટે એક મોટા ઝટકા સમાન માનવામાં આવે છે. ઑલિમ્પિક્સ અને પૅરાલિમ્પિકમાં સામેલ થનારા ૨૦૦ ખેલાડીઓ ટોયોટો સાથે જોડાયેલા છે. કંપનીના આ મોટા નિર્ણય પાછળ મોટા ભાગના

જપાનીઓનો આ ગેમ્સના આયોજન સામે સતત વિરોધ હોવાનું માનવામાં આવે છે. કંપનીએ જોકે ખુલાસો કર્યો હતો કે તેઓ ખેલાડીઓને સંપૂર્ણ રીતે સપોર્ટ કરતા રહેશે અને તેમની ગાડી વાપરવાની પણ છૂટ આપતા રહેશે. 

વધુ ખેલાડીઓ કોરોનાગ્રસ્ત
ઑલિમ્પિક વિલેજમાં શનિવારે કોરોના-પૉઝિટિવનો પહેલો કેસ સામે આવ્યા બાદ એમાં ઉમરો થતો રહ્યો છે.રવિવારે બે ખેલાડીઓ સહિત ત્રણ જણ કોરોના-પૉઝિટિવ જણાયા હતા. ગઈ કાલે ચેક રિપબ્લિકના બીચ વૉલીબૉલનો ખેલાડી અને અમેરિકન મહિલા જિમ્ન’સ્ટ ખેલાડીનો કોરોના-રિપોર્ટ પણ પૉઝિટિવ આવ્યો હતો. ચેક રિપબ્લિકનો ખેલાડી ઓન્ડ્રેજ પેરુસિક ઑલિમ્પિક વિલેજમાં થતી રોજની ચેક-અપ ટેસ્ટમાં, જ્યારે અમેરિકન ટીનેજર જિમ્નૅસ્ટ ઇન્ઝાઇ શહેરમાં ટ્રેઇનિંગ વખતે કરવામાં આવેલી ટેસ્ટ દરમ્યાન કોરોનાગ્રસ્ત જણાઈ હતી. અમેરિકન ખેલાડીનું નામ જાહેર નહોતું કરવામાં આવ્યું. ઓન્ડ્રેજને પ્રોટોકોલ પ્રમાણે આઇસોલેટ કરી દેવામાં આવ્યો છે. જપાન પ્રવેશ બાદ ચેક રિપબ્લિક કૅમ્પમાં આ બીજો કેસ છે. આ પહેલાં જપાન પ્રવેશ વખતની ટેસ્ટ દરમ્યાન તેમનો એક અધિકારી કોરોનાગ્રસ્ત જણાયો હતો. આ પહેલાં રવિવારે ગ્રેટ બ્રિટન ટીમના આઠેક સભ્યોને ફ્લાઇટમાં પ્રવાસ દરમ્યાન કોરોનાગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવાથી આઇસોલેટ કરવામાં આવ્ય હતા તેમ જ સાઉથ આફ્રિકન અન્ડર-23 ફુટબૉલ ટીમના ત્રણ મેમ્બરો પણ કોરોનાગ્રસ્ત જણાતાં તેમને આઇસોલેટ કરવામાં આવ્યા છે.

sports news tokyo olympics 2020