વિશ્વપ્રસિદ્ધ ગૉલ્ફર ટાઇગર વુડ્સ પર પાંચ વર્ષનો ડ્રાઇવિંગ પ્રતિબંધ

04 September, 2026 11:12 AM IST  |  Tallahassee | Gujarati Mid-day Correspondent

ગૉલ્ફ સ્ટાર ટાઇગર વુડ્સને ફ્લૉરિડામાં થયેલા કાર અકસ્માતના કેસમાં પાંચ વર્ષ માટે ડ્રાઇવિંગ પર પ્રતિબંધ મૂકાયો છે. નશામાં ડ્રાઇવિંગનો આરોપ બાદમાં બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગમાં બદલાયો હતો.

ગર્લફ્રેન્ડ વેનેસા ટ્રમ્પ સાથે કોર્ટમાં જતો ટાઇગર વુડ્સ.

ગૉલ્ફની દુનિયામાં સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાંના એક ટાઇગર વુડ્સ પર પાંચ વર્ષ માટે ડ્રાઇવિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ વર્ષે માર્ચમાં ફ્લૉરિડામાં થયેલા એક કાર-અકસ્માત વિશેની અરજીના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રક સાથેની ટકરાઈને તેની લૅન્ડરોવર કાર પલટી ગઈ હતી. ટ્રકને પાંચ હજાર ડૉલરનું નુકસાન 
થયું હતું.
૫૦ વર્ષના ટાઇગર વુડ્સની લૅન્ડરોવર પલટી ગયા પછી નશામાં વાહન ચલાવવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ આ આરોપને બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગમાં ફેરવી દેવામાં આવ્યો હતો. કોર્ટના ન્યાયાધીશે તેના ડ્રાઇવિંગ લાઇસન્સને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.
કોર્ટમાં હાજરી દરમ્યાન ટાઇગર વુડ્સની ગર્લફ્રેન્ડ અને અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની ભૂતપૂર્વ પુત્રવધૂ વેનેસા ટ્રમ્પ પણ તેની સાથે આવી હતી. પીઠ અને ઘૂંટણની અનેક સર્જરી, કાર-અકસ્માતો અને દવાઓ પર નિર્ભરતાને કારણે ટાઇગર વુડ્સની કરીઅર ખોરવાઈ ગઈ છે. ટાઇગર વુડ્સ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ૪ અકસ્માતોમાં સામેલ રહ્યો છે. 

sports news sports florida united states of america road accident accident