સુપર્બ સિંધુ ક્વૉર્ટર ફાઇનલમાં

30 July, 2021 02:37 PM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં ડેન્માર્કની મિયા બ્લીચફેલ્ડ્ટને ૨૧-૧૫, ૨૧-૧૩થી હરાવી, હવે જપાની ખેલાડી સામે ટક્કર

પી. વી. સિંધુ

ભારતની સ્ટાર બૅડ્મિન્ટન ખેલેડી પી. વી. સિંધુએ ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ૨૦૧૬ ઑલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર અને હાલની વર્લ્ડ ચૅમ્પિયન સિંધુએ ડેન્માર્કની ખેલાડી

અને ૧૩મી ક્રમાંકિત મિયા બ્લીચફેલ્ડ્ટને ૪૧ મિનિટમાં સીધા સેટમાં ૨૧-૧૫, ૨૧-૧૩થી પરાસ્ત કરી દીધી હતી.

મૅચ બાદ સિંધુએ જણાવ્યું હતું કે, ૅમેં પહેલા સેટમાં શરૂઆત સારી કરી હતી પણ ૧૫-૧૬ પૉઇન્ટની આસપાસ બે-ત્રણ પૉઇન્ટ ગુમાવી દીધા હતાં. મારા કોચે મને મારી ભૂલ તરફ ધ્યાન દોર્યું હતું અને તમને તરત એ સમજાય ગયું હતું અને સુધારો કરીને પહેલી ગૅમ જીતી લીધી હતી. બીજી ગૅમમાં જોકે હું ફૂલ કન્ટ્રોલમાં હતી અને લીડ જાળવી રાખીને વિજય મેળવી લીધો હતો.’

સિંધુની હવે ટક્કર જપાનની લોકલ ગર્લ અકૅન યામાગુચી સામે થશે. સિંધુ રૅન્કિંગમાં સાતમાં નંબરે છે જ્યારે યામાગુચી તેનાથી ઉપર પાંચમાં નંબરે છે. જોકે યામાગૂચી સામે સિંધુનો રેકોર્ડ સારો છે અને ૧૧ જીત મેળવી છે અને સાતવાર હારનો સામનો કરવો પડ્યો છે. બન્ને વચ્ચેની છેલ્લી ત્રણ મૅચમાં જોકે યામાગૂચી જીત મેળવવમાં સફળ રહી છે.

આજે ઑલિમ્પિક્સમાં ભારત

આર્ચરી

વિમેન્સ ઇન્ડિવિજ્યુઅલ પ્રી-ક્વૉર્ટર ફાઇનલ : દીપિકા કુમારી વિરુદ્ધ સેનિયા પેરોવા (આરઓસી) : સવારે ૬ વાગ્યે

ઍથ્લેટિક્સ

મેન્સ ૩૦૦૦ મીટર સ્ટીપલચેઝ રાઉન્ડ-વન હિટ ૩ : અવિનાશ સાબળે : સવારે ૬.૧૭ વાગ્યે

મેન્સ ૪૦૦ મીટર હર્ડલ્સ રાઉન્ડ-વન હિટ પાંચ : એમ. પી. જાબીર : સવારે ૮.૨૭ વાગ્યે

વિમેન્સ ૧૦૦ મીટર રાઉન્ડ-વન હિટ્સ : દુતી ચંદ : સવારે ૮.૪૫ વાગ્યે

મિક્સ ૪X૪૦૦ મીટર રિલે રેસ રાઉન્ડ વન હિટ ૨ : સાંજે ૪.૪૨ વાગ્યે

બૅડ્મિન્ટન

વિમેન્સ સિંગલ્સ ક્વૉર્ટર ફાઇનલ : પી. વી. સિંધુ વિરુદ્ધ અકાને યામાગુચી (જપાન) : બપોરે ૧.૧૫ વાગ્યે

શૂટિંગ

વુમન ૨૫ મીટર પિસ્તોલ ક્વૉલિફિકેશન રૅપિડ : રાહી સરનોબત અને મનુ ભાકર : સવારે ૫.૩૦ વાગ્યે

વુમન ૨૫ મીટર પિસ્તોલ ફાઇનલ : સવારે ૧૦.૩૦ વાગ્યે

બૉક્સિંગ

પુરુષોના ૯૧ કિલોગ્રામ વર્ગમાં પ્રી-ક્વૉર્ટર ફાઇનલ : સતીશકુમાર વિરુદ્ધ રિકાર્ડો બ્રાઉન (જમૈકા) : સવારે ૮.૪૫ વાગ્યે

મહિલાઓના ૬૦ કિલોગ્રામ વર્ગમાં પ્રી-ક્વૉર્ટર ફાઇનલ : સિમરનજિત કૌર વિરુદ્ધ સુદાપોર્ન સીસોન્દી (થાઇલૅન્ડ) : સબવારે ૮.૧૮ વાગ્યે મહિલાઓના ૬૯ કિલોગ્રામ વર્ગમાં ક્વૉર્ટર ફાઇનલ : લવલિના બોર્ગોહેઇન વિરુદ્ધ નીન-ચીન ચેન (ચાઇનીઝ તાઇપેઇ) : સવારે ૮.૪૮ વાગ્યે

હૉકી

મહિલાઓની પુલ-એ મૅચ : ભારત વિરુદ્ધ આયરલૅન્ડ : સવારે ૮.૧૫ વાગ્યે

પુરુષોની પુલ-એ મૅચ : ભારત વિરુદ્ધ જપાન : બપોરે ૩ વાગ્યે

ગોલ્ફ

મેન્સ ઇન્ડિવિજ્યુઅલ સ્ટ્રોકપ્લે રાઉન્ડ-ટૂ : અર્નિબન લહિરી અને ઉદયન માને : સવારે ૪ વાગ્યે

ઇક્યુસ્ટિયન

ઇવનિંગ ડ્રેસેજ ડે વન સેશન-ટૂ : ફૌઆદ મિર્ઝા : બપોરે બે વાગ્યે

સેઇલિંગ

મેન્સ સ્કિફ ૪૯ઈઆર રેસ-૭, ૮ અને ૯ : કે. સી. ગણપથી અને વરુણ ઠક્કર : સવારે ૮.૩૫ વાગ્યે

વુમન લેસર રેડિયલ રેસ ૯ અને ૧૦ : નેત્રા કુમાનન : સવારે ૮.૩૫ વાગ્યે

મેન્સ લેસર રેસ ૯ અને ૧૦ : વિષ્ણુ સર્વાનન : સવારે ૧૧.૦૫ વાગ્યે

sports sports news tokyo olympics 2020