Olympic 2020: 41 વર્ષે ભારતે મેન્સ હૉકીમાં જીત્યો મેડલ

05 August, 2021 10:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જર્મનીની ટીમ પર સેકેન્ડ હાફમાં દબાણ જોવાયું તો ભારતના ખેલાડી સતત ગોલની શોધમાં દેખાયા, જેનો તેમને ફાયદો મળ્યો. સિમરનજીત સિંહે હૉકી પ્રેમીઓને નિરાશ ન કરતા ગોલ કર્યા.

તસવીર સૌજન્ય PTI

Tokyo Olympics 2020: ટોક્યો ઑલિમ્પિકમાં ભારતે ઇતિહાસ રચ્યો છે. ભારતે પુરુષ હૉકીમાં 4 દાયકા બાદ કાંસ્ય પદક જીત્યો છે. ભારતે જર્મનીને 5-4થી માત આપી છે. સિમરનજીત સિંહે 3 ગોલ કર્યા. ટીમ ઇન્ડિયાની શરૂઆત આ મુકાબલે ખરાબ રહી પણ તેણે સતત ગોલ કરીને કમબૅક કર્યું. પણ ત્યાર બાદ જર્મનીએ બે વધુ ગોલ કરી દબાણ બનાવ્યું. પણ ટીમ ઇન્ડિયાએ જબરજસ્ત કમબૅક કરતા માત્ર 2 મિનિટમાં મેચને 5-4ની લીડ પર પહોંચાડી. જર્મનિએ મેચની પહેલી મિનિટમાં જ ગોલ કર્યો હતો. જર્મની તરફથી Timur Oruzએ આ ફીલ્ડ ગોલ કર્યું, ત્યાર બાદ જર્મની 1-0થી આગળ હતી. ટીમ ઇન્ડિયા પાસે જ્યારે જવાબી હુમલો કરવાની તક હતી, ત્યારે તે ચૂકી. ભારતને પાંચમી મિનિટે પેનલ્ટી કૉર્નર મળ્યું. પણ રુપિંદર પાલ સિંહ ગોલ કરવામાં નિષ્ફળ રહ્યા. રુપિંદર નિરાશ દેખાયા. તે ઇન્જેક્શનથી ખુશ ન દેખાયા.

પહેલા ક્વૉટરમાં જર્મની ભારત પર હાવી રહ્યું. આ ક્વૉટરમાં જર્મની ખૂબ જ આક્રમક દેખાયું. જર્મનીની ટીમે પહેલી મિનિટે જ ગોલ કરીને પોતાના ઇરાદા સ્પષ્ટ કર્યા અને શરૂઆતથી લીડ કરી. પહેલું ક્વૉટર ખતમ થવાની બરાબર પહેલા તેને પેનલ્ટી કૉર્નર મળ્યા. ભારતે આ વખતે શાનદાર બચાવ કર્યો અને જર્મનીની લીડ 1-0 સુધી જાળવી રાખી. તેમણે સતત બે સારા બચાવ કર્યા.

સેકેન્ડ હાફમાં ભારતે જબરજસ્ત રમત બતાવી. ભારતે ન તો ફક્ત ગોલ કર્યા પણ જર્મનીના ખેલાડીઓને પણ ગોલ કરતા અટકાવ્યા. જર્મનીની ટીમ પર સેકેન્ડ હાફમાં દબાણ જોવાયું તો ભારતના ખેલાડી સતત ગોલની શોધમાં દેખાયા, જેનો તેમને ફાયદો મળ્યો. સિમરનજીત સિંહે હૉકી પ્રેમીઓને નિરાશ ન કરતા ગોલ કર્યા.

કેવી રીતે ભારતે પલટી બાજી
એક સમય એવો પણ હતો જ્યારે જર્મની 3-1થી આગળ હતું. પણ પછી ટીમ ઇન્ડિયાએ જબરજસ્ત ખેલ બતાવતા જર્મનીને માત આપી. ગોલકીપર શ્રીજેશે પણ ગોલ પર ઉભા રહીને જર્મનીને લીડ લેવાની તક અંતિમ ક્ષણ સુધી ન આપી. સિમરનજીત સિંહે 3 ગોલ કરતા ભારતનું મેચમાં કમબૅક કરાવ્યું. જર્મનીની ટીમ સેકેન્ડ હાફમાં તે કમાલ ન દર્શાવી શકી જે તેમણે ફર્સ્ટ હાફમાં બતાવ્યો હતો.

ભારત તરફથી પહેલો ગોલ સિમરનજીત સિંહે કર્યો. આ ટોક્યો ઑલિમ્પિક્સમાં તેમનો બીજો ગોલ હતો. બીજો ગોલ કરવાની તક હાર્દિક સિંહને મળી. ત્રીજો ગોલ ફરી સિમરનજીત સિંહે કર્યો અને ચોથો ગોલ રુપિંદર પાલ સિંહ દ્વારા કરવામાં આવ્યો, જેમણે પેનલ્ટી સ્ટ્રોકને ગોલમાં પરિવર્તિત કર્યો. આ એ જ ક્ષણ હતી, જ્યારે ટીમ ઇન્ડિયા મેચમાં 4-3થી આગળ હતી અને પછી પાંચમો ગોલ સિમરનજીત સિંહે કર્યો, જેના પછી ભારતે 5-4ની લીડ જર્મની પર લીધી, જે મેચના અંત સુધી જળવાઈ રહી.

sports news sports tokyo olympics 2020 team india hockey