પૅરાલિમ્પિક મેડલવીરોનું શાનદાર સ્વાગત

07 September, 2021 10:07 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારતે આ વખતે રેકૉર્ડ પાંચ ગોલ્ડ સાથે કુલ ૧૯ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો

પૅરાલિમ્પિક મેડલવીરોનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું

રવિવારે ટોક્યો પૅરાલિમ્પકની સમાપ્તિ બાદ ગઈ કાલે ભારત પાછા ફરેલા ભારતીય મેડલવીરોનું દિલ્હી ઍરપોર્ટ પણ શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતે આ વખતે રેકૉર્ડ પાંચ ગોલ્ડ સાથે કુલ ૧૯ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. ભારત અત્યાર સુધી ૬૧ વર્ષમાં ૧૧ પૅરાલિમ્પિક ગેમ્સમાં કુલ ૧૨ મેડલ જીત્યું હતું, પણ આ વખતે ૧૯ મેડલ સાથે મેડલ-ટેબલ પર ૨૪મા નંબરે રહીને બધાને ચોંકાવી દીધા હતા. અમુક ભારતીય મેડલવીરો થોડા દિવસ પહેલાં જ તેમની ગેમ સમાપ્ત થતાં આવી ગયા હતા, જ્યારે ગઈ કાલે શૂટિંગમાં બે મેડલ જીતીને છવાઈ જનાર અવનિ લેખરા અને ‌‌સિંહરાજ અધાના તેમ જ ગોલ્ડ મેડલિસ્ટો પ્રમોદ ભગત અને ક્રિષ્ના નાગર, સિલ્વર મેડલિસ્ટ અને નોએડાના ડીએમ સુહાસ યથીરાજ તથા બ્રૉન્ઝ મેડલિસ્ટ મનોજ સરકાર તથા ટેબલ-ટેનિસમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચનાર ગુજરાતની ભાવિના પટેલ પણ ભારત પાછી ફરી હતી.

ટોક્યોથી પાછા ફરેલા પૅરા ઍથ્લીટ્સ ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.

sports sports news tokyo