ટોક્યોની ગરમીથી બધા પરેશાન, ટેનિસ મૅચોનો ટાઇમ બદલાયો

29 July, 2021 04:00 PM IST  |  mumbai | Agency

સખત ગરમીને કારણે અનેક ખેલાડીઓ ફસડાઈ પડવા અથવા ભેબાન થઈ જવાના બનાવ બાદ આયોજકોને ટેનિસ મૅચોના સમયમાં ફેરફાર કરવાની ફરજ પડી છે.

ટોક્યોની ગરમીથી બધા પરેશાન, ટેનિસ મૅચોનો ટાઇમ બદલાયો

ટોક્યોની ગરમી બધા જ ખેલાડીઓને ભારે પરેશાન કરી રહી છે. સખત ગરમીને કારણે અનેક ખેલાડીઓ ફસડાઈ પડવા અથવા ભેબાન થઈ જવાના બનાવ બાદ આયોજકોને ટેનિસ મૅચોના સમયમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. ધ ઇન્ટરનૅશનલ ટેનિસ ફેડરેશનના જણાવ્યા પ્રમાણે ૧૧ વાગ્યાને બદલે મૅચો હવે બપોરે ૩ વાગ્યે શરૂ થશે. 
વર્લ્ડ નંબર-વન ડૅનિલ મેડવેડેવ 
તેની ફૅબિયો ફોગનિની સામેની મૅચ દરમ્યાન લગભગ બેભાન જેવો જ થઈ ગયો હતો, જ્યારે પાઉલો બડોસા ગરમીમાં ફસડાઈ પડ્યો હતો અને તેને વ્હીલચૅરમાં બેસાડીને કોર્ટની બહાર લઈ જવો પડ્યો હતો. 

મેડવેડેવે મૅચ દરમ્યાન બે વાર મેડિકલ ટાઇમ-આઉટ લેવાની ફરજ પડી હતી, જ્યારે બડોસાને હિટ સ્ટ્રોકને લીધે મૅચ છોડી દેવાની ફરજ પડી હતી. બડોસાએ જણાવ્યું હતું કે ‘સફરનો આ રીતે અંત શર્મજનક છે. પહેલાં દિવસથી જ ખૂબ મુશ્કેલીઓ થઈ રહી હતી. અમે ઍડ્જસ્ટ થવાના બનતા બધા જ પ્રયત્ન કર્યા હતા.’

નોવાક જૉકોવિચ ક્વૉર્ટર ફાઇનલમાં

વર્લ્ડ નંબર-વન નોવાક જૉકોવિચે ગઈ કાલે સ્પેનના અલેજૅન્ડ્રો ડૅવિડોવિચ ફોકિનાને સીધા સેટમાં ૬-૩, ૬-૧થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. એક જ વર્ષમાં ચારેય ગ્રૅન્ડ સ્લૅમ અને ઑલિમ્પિક મેડલ જીતીને ઇતિહાસ રચવા પ્રયત્નશીલ જૉકોવિચની ટક્કર હવે લોકલ હીરો કેઇ નિશિકોરી સામે થશે. 

sports news sports