બૉક્સિંગમાં હવે રેડ-બ્લુને બદલે વાઇટ ગ્લવ્ઝ

20 October, 2021 06:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સ્પર્ધામાં ૧૦૦ દેશના કુલ ૬૦૦થી વધુ મુક્કાબાજો ભાગ લેશે.

બૉક્સિંગમાં હવે રેડ-બ્લુને બદલે વાઇટ ગ્લવ્ઝ

વર્લ્ડ બૉક્સિંગનું સંચાલન કરતી સંસ્થા ઇન્ટરનૅશનલ બૉક્સિંગ અસોસિયએશન (એઆઇબીએ)એ નિર્ણય લીધો છે કે બેલગ્રેડમાં ૨૪ ઑક્ટોબરથી યોજાનારી પુરુષો માટેની આગામી વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં વિજેતાઓને પ્રતીકાત્મક બેલ્ટ તથા પ્યૉર સોના-ચાંદીના બનેલા ગોલ્ડ-સિલ્વર મેડલ આપવાની પ્રથા શરૂ કરવામાં આવશે તેમ જ બૉક્સરોને આ સ્પર્ધામાં પરંપરાગત રેડ કે બ્લુને બદલે વાઇટ ગ્લવ્ઝ પહેરવાનું કહેવામાં આવશે. વાઇટ ગ્લવ્ઝની સિસ્ટમ રાખવા પાછળનો હેતુ વિવાદમાં સપડાયેલી આ રમતને નવી શરૂઆત અપાવવાનો, પારદર્શક તેમ જ ન્યાયી ફેંસલા જ હશે એની ખાતરી કરાવવાનો છે.
આ સ્પર્ધામાં ૧૦૦ દેશના કુલ ૬૦૦થી વધુ મુક્કાબાજો ભાગ લેશે.

sports news sports