દર બે વર્ષે યોજાશે ફુટબૉલ વર્લ્ડ કપ?

10 September, 2021 11:54 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ફિફાની યોજના સામે યુરોપિયન અસોસિએશને આપી બહિષ્કારની ચીમકી

રોનાલ્ડો

યુરોપિયન દેશોના વિરોધ છતાં ફિફાએ દર બે વર્ષે ફુટબૉલ વર્લ્ડ કપ યોજવાની યોજના બનાવી છે. ફિફાએ એની ઘોષણા ગઈ કાલે કરતા તરત જ યુનિયન ઑફ યુરોપિયન ફુટબૉલ અસોસિએશન દ્વારા એનો બહિષ્કાર કરવાની ચીમકી પણ આપી હતી. ફિફા દ્વારા કતારમાં આયોજિત બે દિવસની ચર્ચામાં ૮૦ જેટલા ભૂતપૂર્વ ખેલાડીઓએ હાજરી આપી હતી અને ફિફાની યોજના પર પોતાની સહમતી પણ વ્યક્ત કરી હતી. બ્રાઝિલના ભૂતપૂર્વ ખેલાડી રોનાલ્ડોએ કહ્યું હતું કે અમે બધા નવા પ્રસ્તાવ સાથે સંમત છીએ. ફિફાનો પ્રસ્તાવ અદ્ભુત છે. બીજી તરફ યુરોપિયન સોકર લીડરના જણાવ્યા પ્રમાણે સાઉથ અમેરિકાના દેશો પણ આ પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યા હોવાનું મારી જાણકારીમાં છે. 

sports sports news football