જૉન સીનાએ 17મું ટાઇટલ જીતવા કરી ચીટિંગ્સ? કોડી રોડ્સને માર્યો લો બ્લો

21 April, 2025 06:17 PM IST  |  Las Vegas | Gujarati Mid-day Online Correspondent

Wrestlemania 41: ફાઇનલ મેચમાં જૉન સીનાએ ઈતિહાસ રચ્યો છે. કોડી રોડ્સ સામે ચીટિંગ કરીને જીત મેળવી અને પોતાના કરિઅરનો 17મો વર્લ્ડ ચેમ્પિયનશિપ ટાઇટલ જીતી લીધો. WWEનો આ લેજેન્ડ હવે વિશ્વનો સૌથી વધુ વર્લ્ડ ટાઇટલ જીતનારો સુપરસ્ટાર બની ગયો છે.

જૉન સીના અને કોડી રોડ્સ

નરૅસલમેનિયા 41 (Wrestlemania 41)ના મુખ્ય મુકાબલામાં જૉન સીનાએ ઈતિહાસ રચ્યો છે. કોડી રોડ્સ સામે ચીટિંગ કરીને જીત મેળવી અને પોતાના કરિઅરનો 17મો વર્લ્ડ ચેમ્પિયનશિપ ટાઇટલ જીતી લીધો. WWEનો આ લેજેન્ડ હવે વિશ્વનો સૌથી વધુ વર્લ્ડ ટાઇટલ જીતનારો સુપરસ્ટાર બની ગયો છે. આ હાર સાથે કોડીની ટાઇટલ રેસનો અંત આવ્યો, જે રૅસલમેનિયા 40માં શરૂ થઈ હતી. જૉન સીનાએ આડકતરી રીત કોડી રોડ્સને એટલા બધા મૂવ્સ માર્યા અને અમુક બૅન મૂવ્સ પણ ફટકાર્યા જેથી તેણે જીત હાંસલ કરી અને રેકોર્ડ બ્રેક વિજય બાદ WWEમાં વર્લ્ડ ટાઇટલ કબજે કરી શક્યો. મેચની શરૂઆતમાં જૉન સીના અને કોડી રોડ્સે દર્શકોની પ્રતિક્રિયા માણી ત્યારબાદ એકબીજા સામે વૉર શરૂ કરી. આખી મેચ દરમિયાન સીનાએ અનેક વાર ખોટી રીતોનો ઉપયોગ કર્યો, જેમ કે જ્યારે રેફરી બંનેને અલગ પાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેણે અચાનક કોડીને પંચ માર્યો.

જૉન સીનાએ રૅસલમેનિયા 41 (Wrestlemania 41)ના મેઇન ઇવેન્ટમાં કોડી રોડ્સને હરાવીને WWE ચેમ્પિયનશીપ જીતી. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે ઍલિમિનેશન ચેમ્બર બાદ જૉન સીના હીલ (વિલન) બની ગયો હતો અને રૅસલમેનિયામાં તેણે ચીટિંગનો સહારો લીધો હતો. મેચ દરમિયાન ટ્રેવિસ સ્કૉટે રેફરીને હટાવ્યો હતો અને ત્યારે જૉન સીના રિંગમાં ચેમ્પિયનશિપ બેલ્ટ લાવ્યો. કોડીએ જૉન સીના પાસેથી આ ખિતાબ છીનવી લીધો, જે પછી સીનાએ કોડીને તેને જવા દેવા માટે વિનંતી કરી. સીનાએ કોડી પાસેથી આ ખિતાબ પાછો મેળવવા માટે બૅન મૂવ્સનો ઉપયોગ કર્યો. અંતે પિનફોલ વિજય સાથે જૉન સીનાએ 17મો ટાઇટલ પોતાના નામે કર્યો. હવે જૉન સીના રૅસલમેનિયા (Wrestlemania 41)બાદના રૉ (Raw) માટે જાહેરાતમાં છે અને તે શૉ ઓપન કરશે. એ પહેલાં તે પૅટ મૅકકેફી શૉ (Pat McAfee Show)માં પણ હાજર રહેશે. પૉલ હેમન પણ આ શૉમાં હાજર રહેશે.

જૉન સીના ક્યારે હીલ બન્યો?
ઍલિમિનેશન ચેમ્બર જીત્યા પછી જૉન સીનાએ હીલ (વિલન) પર્સનાલિટી અપનાવી હતી. જ્યારે કોડીએ ધ રૉક (The Rock) સાથે શરત ન લગાવવાનો નિર્ણય લીધો, ત્યારે સીનાએ રૉક તરફથી ઓફર સ્વીકારી અને પોતાનું રૂપ બદલ્યું. હવે ટાઇટલ જીત સાથે સીનાનો હીલ રન વધુ મજબૂત બન્યો છે. હવે રેન્ડી ઑર્ટન ટાઇટલ માટે જૉન સીના સામે મોટો દાવેદાર લાગી રહ્યો છે. બીજી બાજુ, કોડી સીનાની છેલ્લી મેચમાં ટાઇટલ પાછું મેળવી શકે છે. જૉન સીના ડિસેમ્બર 2025માં પોતાની છેલ્લી WWE મેચ રમશે.

કોડીની ટાઇટલ રનની આખરી ઘડી
રૅસલમેનિયા 40માં રૉમન રેન્સને હરાવીને કોડી રોડ્સે WWE ચેમ્પિયનશીપ જીતી હતી. ત્યારે સીનાએ પણ કોડીને મદદ કરી હતી. આજે, એક વર્ષ પછી, સીનાએ જ કોડીની ટાઇટલ રનનો અંત આણ્યો છે. ધ રૉક આ વર્ષે રૅસલમેનિયામાં હાજર નહોતો.

wwe wrestling john cena wwe wrestler wwe superstar sports news the rock sports