ભારતને ઝટકો, ઑલિમ્પિક્સમાં ક્વૉલિફાય થનાર રેસલર સુમીત મલિક ડોપ ટેસ્ટમાં ફેલ

05 June, 2021 03:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેના પર અમુક પ્રતિબંધિત પદાર્થનું સેવન કરવાનો આરોપ છે

સુમીત મલિક

ટોક્યો ઑલિમ્પિક્સના આડે દોઢેક મહિનો જેટલો જ સમય છે ત્યારે ભારતને એક મોટો ઝટકો લાગ્યો છે. આ ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય કરી લેનાર રેસલર સુમીત મલિક ડોપ ટેસ્ટમાં ફેલ થયો છે. તેના પર અમુક પ્રતિબંધિત પદાર્થનું સેવન કરવાનો આરોપ છે. યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગે મલિકને ઍન્ટિ ડોપિંગના નિયમોના ઉલ્લંઘન બદલ હાલ તરત તેને સસ્પેન્ડ કરી દીધો છે.

૨૦૧૮માં કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર સુમીતે ટોક્યો ઑલિમ્પિક્સમાં ૧૨૫ કિલોગ્રામ કૅટેગરીમાં ક્વૉલિફાય કર્યું હતું. જોકે હવે તેનું એમાં સામેલ થવું મુશ્કેલ છે.

સતત બીજા ઑલિમ્પિક્સમાં ભારતનો રેસલર ડોપ ટેસ્ટમાં ફેલ ગયો છે. ૨૦૧૬માં રિયો ઑલિમ્પિક્સ વખતે રેસલર નરસિંહ યાદવ ડોપ ટેસ્ટ ફેલ ગઈ હતી અને તેના પર ચાર વર્ષનો બૅન મૂકી દેવામાં આવ્યો હતો.

sports sports news tokyo