રેફરીને લાફો મારવા બદલ કુસ્તીબાજ આજીવન સસ્પેન્ડ

18 May, 2022 01:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સતેન્દર મુકાબલામાં ૩-૦થી આગળ હતો અને ૧૮ સેકન્ડ બાકી હતી. મોહિતે સતેન્દર સામે બે પૉઇન્ટનો દાવો કર્યો, પરંતુ રેફરી વીરેન્દર મલિકે મોહિતને એક જ પૉઇન્ટ આપ્યો હતો. 

રેફરીને લાફો મારવા બદલ કુસ્તીબાજ આજીવન સસ્પેન્ડ

સર્વિસિસના રેસલર સતેન્દર મલિકે અહીં કૉમનવેલ્થ ગેમ્સની ટ્રાયલ દરમ્યાન ૧૨૫ કિલો વર્ગની ફાઇનલમાં પરાજિત થયા બાદ રેફરી જગબીર સિંહને લાફો માર્યો એ બદલ સતેન્દર પર નૅશનલ ફેડરેશને આજીવન પ્રતિબંધ મૂકી દીધો છે. સતેન્દર મુકાબલામાં ૩-૦થી આગળ હતો અને ૧૮ સેકન્ડ બાકી હતી. મોહિતે સતેન્દર સામે બે પૉઇન્ટનો દાવો કર્યો, પરંતુ રેફરી વીરેન્દર મલિકે મોહિતને એક જ પૉઇન્ટ આપ્યો હતો. 
મોહિત ઉશ્કેરાયો અને તેણે આ નિર્ણયને પડકાર્યો હતો. બીજા રેફરી જગબીર સિંહે ટીવી-રિપ્લે પરથી મોહિતને ત્રણ પૉઇન્ટનો હકદાર બતાવતાં સ્કોર ૩-૩થી બરાબરીમાં થયા બાદ છેવટે મોહિતને છેલ્લા પૉઇન્ટના આધારે વિજેતા જાહેર કરાયો હતો. એ વખતે સતેન્દરનો પિત્તો ગયો હતો, તે રેફરી જગબીર પાસે ગયો, તેમને ગાળ આપી અને પછી તેમને લાફો મારતાં રેફરી નીચે પડી ગયા હતા.

sports news sports