૧૬ વર્ષની શિલ્કી ભારતની યંગેસ્ટ ફુટબૉલ પ્લેયર

16 January, 2022 02:45 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ વર્ષે ભારતમાં રમાનારા વિમેન્સ અન્ડર-૧૭ વર્લ્ડ કપમાં પણ તે રમવા ક્વૉલિફાય થઈ છે

શિલ્કી દેવી

મુંબઈ તેમ જ પુણે અને નવી મુંબઈમાં રમાનારી મહિલાઓની એશિયન કપ ફુટબૉલ સ્પર્ધામાં ભારતની જે ટીમ ભાગ લેશે એમાં મણિપુરની ૧૬ વર્ષની શિલ્કી દેવીનો પણ સમાવેશ છે. આ વર્ષે ભારતમાં રમાનારા વિમેન્સ અન્ડર-૧૭ વર્લ્ડ કપમાં પણ તે રમવા ક્વૉલિફાય થઈ છે. ભારતની વર્તમાન ટીમમાં અન્ડર-૧૯ની બીજી ત્રણ પ્લેયરો પ્રિયંકા દેવી, સુમતી કુમારી અને મરિયમ્મલ બાલામુરુગનનો પણ સમાવેશ છે.

sports sports news