Tokyo Olympic:કિંગ ખાનથી લઈ અક્ષય કુમાર સહિતના બૉલિવૂડ સેલેબ્સે ભારતીય પુરુષ હૉકી ટીમને પાઠવ્યા અભિનંદન

05 August, 2021 12:45 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

 ભારતીય પુરુષ હૉકી ટીમની આ સિદ્ધિ પર વડાપ્રધાનથી લઈ બૉલિવૂડ સ્ટાર્સ અભિનંદન પાઠવી રહ્યાં છે.

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મેન્સ હૉકી ટીમનું શાનદાર પ્રદર્શન

ભારતીય પુરુષ હૉકી ટીમના ટોક્યો ઓલિમ્પિક (Tokyo olympic)માં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ સમગ્ર દેશમાં હર્ષ અને જશ્નનો માહોલ છે.  ભારતીય પુરુષ હૉકી ટીમની આ સિદ્ધિ પર વડાપ્રધાનથી લઈ બૉલિવૂડ સ્ટાર્સ અભિનંદન પાઠવી રહ્યાં છે. ટોક્યોમાં રમાઈ રહેલા ઓલિમ્પિકમાં હૉકીની રમતમાં ભારતનો મુકાબલો આજે જર્મની સાથે હતો. ભારતીય ટીમ મેદાન પર બ્રોન્ઝ હાંસિલ કરવા માટે ઉતરી હતી. ભારતે જર્મનીને 4ના મુકાબલામાં 5 ગોલથી હરાવ્યું. 

41 વર્ષ બાદ મળેલી આ સિદ્ધને દેશમાં જશ્નનો માહોલ છે.  વડાપ્રધાન સહિત રાજકીય નેતાઓની લઈને બૉલિવુડના અભિનેતાઓ ભારતીય પુરુષ હૉકી ટીમને અભિનંદન પાઠવી રહ્યાં છે. અભિષેક બચ્ચને ટ્વિટ કરી કહ્યું કે, બધા બ્રોન્ઝ સાથે ચમકી રહ્યાં છે #olympicમાં શાનદાર જીત. 41 વર્ષ બાદ મેડલ ઘર લાવવા માટે ભારતીય પુરુષ હૉકી ટીમને અભિનંદન.

બૉલિવૂડના ફેમસ નિર્દેશક મધુર ભંડારકરે પણ ભારતીય હૉકી ટીમને શુભેચ્છા પાઠવી છે.  તેમણે ટ્વિટ કરી કહ્યું કે ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ જીતવા માટે ટીમને અભિનંદન. 

બૉલિવૂડના દિગગ્જ નેતા અનિલ કપૂરે પણ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ સિદ્ધ કરવા બદલ ભારતીય પુરુષ હૉકી ટીમને અભિનંદન પાઠવ્યા છે. 

ખતરોના ખેલાડી તરીકે ઓળખાતા અક્ષય કુમારે  ભારતીય ટીમના ઈતિહાસ રચવા પર ખુશી વ્યક્ત કરી છે.  આ સાથે જ અભિનેતાએ ભારતીય પુરુષ ટીમના પ્રદર્શનની પ્રશંસા કરી છે. 

બૉલિવૂડના બાદશાહ શાહરુખ ખાને પણ ભારતીય પુરુષ હૉકી ટીમને બ્રોન્ઝની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કરી જીતની ખુશી વ્યક્ત કરી છે. 

 

 

 

 

 

 

 

 

 

 

 


 

Sports news tokyo tokyo olympics 2020 akshay kumar Shah Rukh Khan anil kapoor