Durga puja 2021:કાજોલ કાકાઓને મળી થઈ ભાવુક, જ્યારે નુસરતે દાસ સાથે આપ્યાં પોઝ

13 October, 2021 02:58 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

દુર્ગા પૂજાના તહેવારની ઉજવણી માટે સેલેબ્સે સંપૂર્ણ મજા માણી છે.

કાજોલ અને નુસરત જહાં(તસવીરઃ સૌ.ઈન્સ્ટાગ્રામ)

દુર્ગા પૂજાના તહેવારની ઉજવણી માટે સેલેબ્સે સંપૂર્ણ મજા માણી છે. કાજોલથી માંડીને નુસરત જહાં અને ધ કપિલ શર્મા શોના સુમોના ચક્રવર્તી સુધી, ઘણા સેલેબ્લ દેવીના આશીર્વાદ લેવા પંડાલોમાં જોવા મળ્યા હતા.

 દુર્ગા પૂજાની ઉજવણી દરમિયાન કાજોલ તેના કાકાઓ અને આખા પરિવારને મળી હતી, તેમને મળીને તે ભાવુક થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કાજોલ તેના કાકાઓને ભેટીને રડતી જોવા મળે છે જ્યારે તેના કાકા તેને સાંત્વના આપે છે. પાછળથી તેણી તેના આંસુ લૂછતી જોવા મળે છે.

દર વર્ષે કાજોલ અને તેનો  આખો પરિવાર દુર્ગા પૂજા દરમિયાન પંડાલમાં ભેગો થાય છે. તાજેતરમાં જ કાજોલ તેના કાકાઓ અને પિતરાઈ ભાઈઓ સાથે ક્લિક થઈ હતી જ્યારે તેણે મુંબઈમાં એક પંડાલની અંદર ફોટોગ્રાફ્સ માટે પોઝ આપ્યા હતા. ગુલાબી સાડીમાં સજ્જ કાજોલ ખુબ જ સુંદર લાગી રહી હતી. 

માત્ર કાજોલ જ નહીં અન્ય સેલિબ્રિટીઓ પણ દુર્ગા પુજામાં માતાના આર્શિવાદ લેતા જોવા મળ્યા હતાં. બંગાળી અભિનેત્રી નુસરત જહાં અને યશ દાસગુપ્તા એક સાથે તહેવાર ઉજવતા જોવા મળ્યા હતા. નુસરત અને યશ બંનેએ તાજેતરમાં જ પૂજા માટે પહેરેલા આઉટફિટમાં પોતાના ફોટા શેર કર્યા છે, આ સાથે જોડીના અન્ય ફોટા પણ છે જે સોશિયલ મીડિયા સાઇટ્સ પર વાયરલ થયા છે. તસવીરોમાં નુસરત અને યશ બંને તેમના મિત્રો સાથે દુર્ગા પૂજા પંડાલમાં હોય તેવુ લાગી રહ્યું છે. 

સુમોના ચક્રવર્તી પણ એક પંડાલમાં જોવા મળી હતી. કપિલ શર્મા શોની અભિનેત્રી  બ્લુ અને સફેદ સાડીમાં સુંદર લાગી  રહી હતી. 

વર્કફ્રન્ટની વાત કરીએ તો કાજોલ છેલ્લે નેટફ્લિક્સ ફિલ્મ ત્રિભંગા - ટેધી મેધી ક્રેઝીમાં જોવા મળી હતી, જેણે મનોરંજનની ડિજિટલ દુનિયામાં આ ફિલ્મથી પ્રવેશ મેળવ્યો. તે આગામી ફિલ્મ ધ લાસ્ટ હુરેમાં જોવા મળશે, જેનું દિગ્દર્શન અભિનેતા-ફિલ્મ નિર્માતા રેવતી કરી રહી છે.

bollywood news entertainment news kajol nusrat jahan