ફૅમિલી ટાઇમ

03 December, 2021 01:23 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

અહાન શેટ્ટી અને તારા સુતરિયાની ‘તડપ’ના પ્રીમિયરમાં સુનીલ શેટ્ટીની પૂરી ફૅમિલી જોવા મળી હતી.

અહાન શેટ્ટી અને તારા સુતરિયાની ‘તડપ’ના પ્રીમિયરમાં સુનીલ શેટ્ટીની પૂરી ફૅમિલી જોવા મળી

અહાન શેટ્ટી અને તારા સુતરિયાની ‘તડપ’ના પ્રીમિયરમાં સુનીલ શેટ્ટીની પૂરી ફૅમિલી જોવા મળી હતી. પૂરી ફૅમિલી એટલે કે તેની દીકરી અથિયાનો બૉયફ્રેન્ડ ક્રિકેટર કે. એલ. રાહુલ અને દીકરા અહાનની ગર્લફ્રેન્ડ તાનિયા શ્રોફ પણ હાજર રહ્યાં હતાં. આ સાથે જ બૉલીવુડની ઘણી સેલિબ્રિટીઝ પણ ઊમટી પડી હતી. અથિયા અને ક્રિકેટર કે. એલ. રાહુલે સાથે હાજરી આપતાં બન્નેના રિલેશન પર મહોર લાગી ગઈ છે. આ પ્રીમિયર શો સ્ટાર્સની હાજરીથી ઝળહળી ઊઠ્યો હતો. આ શોમાં સલમાન ખાન તેના બનેવી આયુષ શર્મા સાથે પહોંચ્યો હતો. કાજોલ, રિતેશ દેશમુખ, જેનિલિયા દેશમુખ, અર્જુન રામપાલ, હિમેશ રેશમિયા, મૌની રૉય અને શનાયા કપૂર પણ અહાનની પહેલી ફિલ્મ જોવા પહોંચ્યાં હતાં. આ ફિલ્મને સાજિદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ અને મિલન લુથરિયાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં કુમુદ મિશ્રા અને સૌરભ શુક્લા પણ જોવા મળી રહ્યા છે.

sunil shetty entertainment news Tara Sutaria