13 October, 2025 10:31 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ફિલ્મફેર અવૉર્ડ્સ ફંક્શનમાં બેસ્ટ ડેબ્યુ (ફીમેલ)નો અવૉર્ડ ‘લાપતા લેડીઝ’ માટે નિતાંશી ગોયલને ફૂલકુમારીનો રોલ કરવા માટે એનાયત કરવામાં આવ્યો છે. આ અવૉર્ડ માટે નિતાંશી ઉત્સાહભેર સ્ટેજ પર આવી હતી, પણ એકાએક તેનો પગ તેના ગાઉનની લાંબી ટ્રેલમાં અટવાઈ જતાં તે ગબડી પડી હતી. જોકે આ સંજોગોમાં હોસ્ટ તરીકેની જવાબદારી નિભાવી રહેલા શાહરુખ ખાને તરત તેને સંભાળી લીધી હતી. શાહરુખે આ પછી નિતાંશીના ગાઉનની લાંબી ટ્રેલને સ્ટેજ પર સારી રીતે સંભાળીને પકડી રાખી હતી. સોશ્યલ મીડિયા પર આ વિડિયો જોઈને લોકો શાહરુખના વર્તનને બિરદાવી રહ્યા છે.