બેસ્ટ ઢોકળાં અને ફાફડા ક્યાં મળે છે?

13 October, 2025 11:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાર્યક્રમમાં એન્ટ્રી લેતી વખતે જૅકીએ કૅમેરામૅનને ગુજરાતીમાં પૂછ્યું હતું

જૅકી શ્રોફ

અમદાવાદમાં યોજાયેલા ફિલ્મફેર અવૉર્ડ ફંક્શનમાં જૅકી શ્રોફનો આગવો ગુજરાતી અંદાજ જોવા મળ્યો હતો. જૅકીએ સ્ટાઇલિશ આઉટફિટમાં આ ફંક્શનમાં હાજરી આપી હતી અને એની સાથે તેની ટ્રેડમાર્ક સ્ટાઇલ જેવું ગળામાં છોડવાળું લૉકેટ પણ તેણે પહેર્યું હતું. આ કાર્યક્રમમાં એન્ટ્રી લેતી વખતે જૅકીએ કૅમેરામૅનને ગુજરાતીમાં પૂછ્યું હતું, ‘અહીં બેસ્ટ ઢોકળાં-ફાફડા ક્યાં મળે છે?’ જૅકીનો આ ગુજરાતી અંદાજ જોઈને ફૅન્સ ખુશ થઈ ગયા હતા.

filmfare awards ahmedabad jackie shroff entertainment news bollywood bollywood news Gujarati food