ફિલ્મફેર અવૉર્ડ્‌સના સ્ટેજ પર છવાઈ શાહરુખ ખાન અને કાજોલની કેમિસ્ટ્રી

13 October, 2025 10:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ બન્નેએ તેમનાં પ્રખ્યાત ગીતો ‘સૂરજ હુઆ મદ્ધમ’, ‘યે લડકા હૈ દીવાના’ અને ‘કુછ કુછ હોતા હૈ’ પર ડાન્સ કર્યો હતો

અવૉર્ડ પ્રાપ્ત કર્યા પછી કાજોલે સોશ્યલ મીડિયા પર ફિલ્મફેર અવૉર્ડ્સની શૅર કરેલી જૂની અને નવી તસવીરો

૭૦મા ​​ફિલ્મફેર અવૉર્ડ્‌સના સ્ટેજ પર બૉલીવુડના અનેક સ્ટાર્સે પર્ફોર્મન્સ આપ્યો હતો, પણ શાહરુખ ખાન અને કાજોલની કેમિસ્ટ્રી બધાના આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ બન્નેએ તેમનાં પ્રખ્યાત ગીતો ‘સૂરજ હુઆ મદ્ધમ’, ‘યે લડકા હૈ દીવાના’ અને ‘કુછ કુછ હોતા હૈ’ પર ડાન્સ કર્યો હતો. તેમના ડાન્સ વખતે શાહરુખે બ્લૅક સૂટ પહેર્યો હતો જ્યારે કાજોલ પણ બ્લૅક સિક્વન સાડીમાં ખૂબ જ સુંદર લાગતી હતી. શોમાં એક તબક્કે શાહરુખ, કાજોલ અને કરણ જોહર એકબીજાને ગળે મળ્યાં હતાં. કાજોલે સ્ટેજ પર કહ્યું કે ‘હું મારા મિત્રો સાથે આ સ્ટેજ પર ઊભી રહીને ખૂબ જ ભાવુક છું, ૯૦નો દાયકો અમારા માટે ખૂબ જ ખાસ હતો.’

નોંધનીય છે કે આ વખતે શાહરુખ ખાને ૧૭ વર્ષ પછી ફિલ્મફેર અવૉર્ડ્‌સ શો હોસ્ટ કર્યો હતો. આ ફંક્શનમાં કાજોલને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં તેના યોગદાન બદલ સન્માનિત કરવામાં આવી હતી. આ અવૉર્ડ પ્રાપ્ત કર્યા પછી કાજોલે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર પોતાની જૂની અને નવી તસવીરો પોસ્ટ કરીને લખ્યું, ‘તે ભૂતકાળ હતો, આ વર્તમાન છે... અત્યાર સુધીનો શ્રેષ્ઠ થ્રોબૅક છે. મારા ૭મા ‘બ્લૅક લેડી અવૉર્ડ’​​​​ માટે ફિલ્મફેરનો આભાર.’

filmfare awards ahmedabad kajol Shah Rukh Khan entertainment news bollywood bollywood news