11 July, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન, આમિર ખાન
આમિર ખાનની શાહરુખ ખાન અને સલમાન ખાન સાથે સારી દોસ્તી છે, પણ હાલમાં તેણે સ્વીકાર્યું હતું કે સલમાન અને શાહરુખ શરૂઆતથી મિત્રો નહોતા. તેણે દાવો કર્યો હતો કે હું જ્યારે પહેલી પત્ની રીના દત્તા સાથેના ડિવૉર્સ પછી ડિપ્રેશનના તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સલમાન સાથેની મારી મિત્રતા ગાઢ બની હતી અને તેણે જ મને ડિપ્રેશનમાંથી બહાર નીકળવામાં મદદ કરી હતી.
આમિરે હાલમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘રીના સાથેના ડિવૉર્સ પછી હું એકલો બેસી રહેતો હતો અને કોઈની સાથે હળતોમળતો નહોતો. એ સમયે સલમાન મને મળવા આવ્યો. અમે સાથે જમ્યા હતા અને કલાકો સુધી વાતો કરી હતી. મેં તેની સાથે દિલની વાતો કરી હતી કારણ કે હું એ સમયે ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યો હતો. તેણે પણ મારી સાથે ઘણું શૅર કર્યું. ત્યારથી અમે મિત્રો બનવા લાગ્યા. તેણે મને આ ડિપ્રેશનમાંથી બહાર નીકળવામાં બહુ મદદ કરી હતી.’