સલમાન ખાન મોટા ભાગનો સમય રહે છે પનવેલના ફાર્મહાઉસમાં

22 July, 2026 12:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આયુષ શર્માએ કહ્યું કે સલમાન ખાન મોટાભાગનો સમય પોતાના પનવેલ ફાર્મહાઉસમાં વિતાવે છે. શહેરની ભાગદોડથી દૂર પ્રકૃતિની વચ્ચે રહેવું તેને વધુ ગમે છે. આયુષે મજાકમાં કહ્યું કે ફાર્મહાઉસ પર જવું સહેલું છે, પરંતુ પાછા આવવા માટે ભાઈની પરવાનગી જરૂરી હોય છે.

આયુષ શર્મા અને સલમાન ખાન

સલમાન ખાનના બનેવી અને ઍક્ટર આયુષ શર્માએ ખુલાસો કર્યો છે કે સલમાન ઘરમાં ભાગ્યે જ રહે છે અને મોટા ભાગનો સમય પોતાના પનવેલ સ્થિત ફાર્મહાઉસમાં પસાર કરે છે.
સલમાનની લાઇફસ્ટાઇલ વિશે વાત કરતાં આયુષે કહ્યું હતું કે ‘ભાઈ મોટા ભાગનો સમય ફાર્મહાઉસમાં જ રહે છે. જ્યારે તે તમને ફાર્મહાઉસ પર બોલાવે ત્યારે તમે તમારી મરજીથી ત્યાં જઈ શકો છો, પણ પાછા ત્યારે જ આવી શકો જ્યારે ભાઈ પરવાનગી આપે. સલમાનને શહેરની ભાગદોડ કરતાં પ્રકૃતિની નજીક રહેવું વધુ ગમે છે. પરિવાર અને નજીકના મિત્રો માટે પણ આ સ્થળ ખાસ છે અને અહીં સૌ સાથે સમય પસાર કરે છે.’

ક્યા ખૂબ લગતી હો


પ્રેગ્નન્ટ કરિશ્મા તન્નાએ બેબી-બમ્પ સાથે કરાવેલા ફોટોશૂટની તસવીરો ઇન્સાટગ્રામ પર શૅર કરી છે.

Salman Khan aayush sharma karishma tanna social media instagram bollywood news bollywood buzz bollywood controversies bollywood events bollywood gossips bollywood