16 October, 2025 12:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિકી કૌશલ
કૅટરિના કૈફ અને વિકી કૌશલ ટૂંક સમયમાં માતા-પિતા બનવાનાં છે ત્યારે હાલમાં વિકીએ જાહેર પ્લૅટફૉર્મ પર કૅટરિનાની પ્રેગ્નન્સીની વાત કરીને પોતાનો પપ્પા બનવાનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે.
વિકીએ હાલમાં યુવા કૉન્ક્લેવમાં ભાગ લીધો હતો. આ સમયે તેને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે તે સૌથી વધારે કઈ બાબત માટે ઉત્સાહિત છે ત્યારે તેણે જવાબ આપતાં કહ્યું કે અત્યારે તો પપ્પા બનવાનો ઉત્સાહ જ સૌથી વધુ છે. પોતાની લાગણી વ્યક્ત કરતાં વિકીએ કહ્યું કે ‘હું ખરેખર મારી જિંદગીના આ નવા અધ્યાય માટે ખૂબ ઉત્સુક છું. મને લાગે છે કે આ એક ખૂબ મોટો આશીર્વાદ છે. હવે એ રોમાંચક સમય પણ લગભગ આવી જ ગયો છે. મને લાગતું નથી કે એ પછી હું ઘરની બહાર પણ નીકળીશ, કારણ કે હું ફક્ત ઘરમાં જ રહેવા માગીશ.’