ઇક્કીસની હિરોઇનનું છે અક્ષય કુમાર સાથે ખાસ કનેક્શન

31 October, 2025 01:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગસ્ત્ય નંદા લીડ રોલમાં જોવા મળશે, બહુ ઓછા લોકોને ખબર છે કે હિરોઇન સિમરનું ઍક્ટર અક્ષય કુમાર સાથે ખાસ કનેક્શન છે. સિમર હકીકતમાં અક્ષય કુમારની બહેન અલકા ભાટિયાની દીકરી છે અને અક્ષય કુમારની ભત્રીજી છે.

ઇક્કીસની હિરોઇનનું છે અક્ષય કુમાર સાથે ખાસ કનેક્શન

હાલમાં અગસ્ત્ય નંદા અને સિમર ભાટિયાને લીડ રોલમાં ચમકાવતી ‘ઇક્કીસ’નું ટ્રેલર લૉન્ચ થયું છે. આ ટ્રેલરમાં અગસ્ત્ય અને સિમરની કેમિસ્ટ્રી બધાને પસંદ પડી રહી છે. અગસ્ત્ય તો અમિતાભ બચ્ચનનો દોહિત્ર છે એ વાત જાણીતી છે, પણ બહુ ઓછા લોકોને ખબર છે કે હિરોઇન સિમરનું ઍક્ટર અક્ષય કુમાર સાથે ખાસ કનેક્શન છે. સિમર હકીકતમાં અક્ષય કુમારની બહેન અલકા ભાટિયાની દીકરી છે અને અક્ષય કુમારની ભત્રીજી છે. હવે જ્યારે ‘ઇક્કીસ’નું ટ્રેલર લૉન્ચ થયું છે ત્યારે અક્ષય કુમાર અને તેની પત્ની ટ્‌વિન્કલે સોશ્યલ મીડિયામાં સિમરની પ્રશંસા કરીને તેને શુભેચ્છા પાઠવી છે. 

અમિતાભ બચ્ચને દોહિત્ર અગસ્ત્ય નંદાને પાઠવી શુભેચ્છા 
અમિતાભ બચ્ચનના દોહિત્ર અગસ્ત્ય નંદાને લીડ રોલમાં ચમકાવતી ફિલ્મ ‘ઇક્કીસ’નું ટ્રેલર લૉન્ચ થયું છે. આ ટ્રેલર કર્નલ ખેતરપાલના શૌર્ય અને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમ્યાન તેમની બહાદુરીને દર્શાવે છે. આ પ્રસંગે અમિતાભે એક સ્પેશ્યલ નોટ લખીને પોતાની ખુશી વ્યક્ત કરી છે અને લખ્યું છે કે ‘અગસ્ત્ય! તારો જન્મ થયો એ પછી તરત જ મેં તને મારી ગોદમાં લીધો હતો. થોડા મહિનાઓ બાદ ફરી તને હાથમાં લીધો અને તારી નરમ આંગળીઓ મારી દાઢીમાં રમતી હતી. આજે તું વિશ્વના સિનેમાહૉલમાં રમવા જઈ રહ્યો છે. તું ખાસ છે. મારો પ્રેમ અને આશીર્વાદ હંમેશાં તારી સાથે છે. હંમેશાં તારું કામ શ્રેષ્ઠ રીતે કરજે અને પરિવારનું ગૌરવ વધારજે.’

akshay kumar agastya nanda amitabh bachchan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news