25 August, 2026 03:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બીજી ઑક્ટોબરે રિલીઝ થશે દૃશ્યમ ફ્રૅન્ચાઇઝીની અંતિમ ફિલ્મ દૃશ્યમ : ધ કન્ક્લુઝન
અજય દેવગનની સુપરહિટ ‘દૃશ્યમ’ ફ્રૅન્ચાઇઝીની ત્રીજી અને અંતિમ ફિલ્મનું સત્તાવાર ટાઇટલ જાહેર થઈ ગયું છે. ફિલ્મનું નામ ‘દૃશ્યમ : ધ કન્ક્લુઝન’ રાખવામાં આવ્યું છે અને એ બીજી ઑક્ટોબરે રિલીઝ થશે. ગઈ કાલે અજયે ‘દૃશ્યમ : ધ કન્ક્લુઝન’નું પહેલું પોસ્ટર શૅર કરીને ફ્રૅન્ચાઇઝીના અંતિમ અધ્યાયની સત્તાવાર જાહેરાત કરી હતી. પોસ્ટર પર લખવામાં આવ્યું છે ‘મેરા સચ, મેરા સહી, સિર્ફ મેરી ફૅમિલી હૈ’. ફિલ્મમાં અજય ફરી વિજય સાલગાંવકરની ભૂમિકામાં જોવા મળશે. તબુ પણ ઇન્સ્પેક્ટર જનરલ મીરા દેશમુખ તરીકે પરત ફરશે, જ્યારે શ્રિયા સરન પણ વિજયની પત્ની નંદિનીના રોલમાં જોવા મળશે.
અજય દેવગન ટૂંક સમયમાં ‘ક્રાઇમ પૅટ્રોલ’ શો હોસ્ટ કરતો જોવા મળશે. આ ઉપરાંત તેની આગામી ફિલ્મ ‘દૃશ્યમ : ધ કન્ક્લુઝન’ની રિલીઝ-ડેટ પણ જાહેર થઈ ચૂકી છે. આ પછી હવે અજયની આગામી ફિલ્મ હૉરર ડ્રામા હશે અને એમાં અજય વિલનના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં તેનો રોલ ગ્રે હશે અને તેનું પાત્ર સારા અને ખરાબ એમ બન્ને પ્રકારનાં પાસાં ધરાવતું હશે. મળતી માહિતી પ્રમાણે ફિલ્મની વાર્તા ગરુડ પુરાણથી પ્રેરિત હશે અને એનું શૂટિંગ સપ્ટેમ્બરમાં મુંબઈમાં શરૂ થશે. ત્યાર બાદ ફિલ્મનું શૂટિંગ લંડનમાં પણ કરવામાં આવશે.