28 April, 2026 11:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગોલમાલ 5ની કાસ્ટ
લોકપ્રિય ફ્રૅન્ચાઇઝી ‘ગોલમાલ’ની પાંચમી ફિલ્મ ‘ગોલમાલ 5’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. હવે અજય દેવગને સોશ્યલ મીડિયામાં ‘ગોલમાલ 5’ના ઊટી શેડ્યુલ વિશે માહિતી આપી છે. તેણે સોશ્યલ મીડિયામાં શૂટ વખતની તસવીર શૅર કરીને કૅપ્શન લખી છે કે ‘આ વખતે સવારી મોટી છે અને એન્ટરટેઇનમેન્ટ એનાથી પણ વધુ મોટું રહેશે. બૉય્ઝ સાથે ‘ગોલમાલ 5’નું ઊટી શેડ્યુલ.’
અજયે પોસ્ટ કરેલી તસવીરમાં અજય સિવાય અર્શદ વારસી, તુષાર કપૂર, શ્રેયસ તલપડે, શર્મન જોશી અને કુણાલ ખેમુ જોવા મળી રહ્યા છે.
શરૂઆત 2006માં
‘ગોલમાલ’ ફ્રૅન્ચાઇઝીની શરૂઆત વર્ષ ૨૦૦૬માં થઈ હતી. પહેલી ફિલ્મ ‘ગોલમાલ : ફન અનલિમિટેડ’ ૨૦૦૬માં રિલીઝ થઈ હતી. બીજી ફિલ્મ ‘ગોલમાલ રિટર્ન્સ’ ૨૦૦૮માં આવી હતી. ત્યાર બાદ ‘ગોલમાલ 3’ ૨૦૧૦માં અને ચોથી ‘ગોલમાલ અગેઇન’ ૨૦૧૭માં રિલીઝ થઈ હતી.