પ્રિયદર્શન અને અક્ષય કુમાર સાથે મળીને બીજી બે ફિલ્મો બનાવશે

28 April, 2026 12:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અક્ષય કુમાર અને પ્રિયદર્શનની લોકપ્રિય ઍક્ટર-ડિરેક્ટરની જોડી ‘ભૂત બંગલા’ પછી હવે બીજી બે ફિલ્મોમાં ફરી સાથે કામ કરશે. આ બન્ને ફિલ્મોનું નિર્માણ રમેશ તૌરાણી કરશે.

પ્રિયદર્શન અને અક્ષય કુમાર

અક્ષય કુમાર અને પ્રિયદર્શનની લોકપ્રિય ઍક્ટર-ડિરેક્ટરની જોડી ‘ભૂત બંગલા’ પછી હવે બીજી બે ફિલ્મોમાં ફરી સાથે કામ કરશે. આ બન્ને ફિલ્મોનું નિર્માણ રમેશ તૌરાણી કરશે. મળતી માહિતી પ્રમાણે પહેલી ફિલ્મ એક કૉમેડી હશે જેનું શૂટિંગ આવતા વર્ષે જાન્યુઆરીથી થશે. આ સાથે જ અક્ષય કુમાર ‘ભૂત પોલીસ 2’માં પણ લીડ રોલમાં જોવા મળશે જેનું ડિરેક્શન પણ પ્રિયદર્શન જ કરશે. આ બન્ને ફિલ્મોને લઈને છેલ્લા બે મહિનાથી ચર્ચા ચાલી રહી હતી અને તાજેતરમાં જ તમામ વિગતો ફાઇનલ કરવામાં આવી છે.

priyadarshan akshay kumar upcoming movie bollywood buzz bollywood news bollywood entertainment news