ડાન્સ ક્લાસમાં જવા માટે અક્ષય કુમાર મને બાઇક પર પિક-અપ કરવા આવતો

08 April, 2026 10:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ભૂત બંગલા’ના ટ્રેલર-લૉન્ચ દરમ્યાન તબુએ અક્કી સાથેના પોતાના જૂના સંબંધોને યાદ કર્યા

ડાન્સ ક્લાસમાં જવા માટે અક્ષય કુમાર મને બાઇક પર પિક-અપ કરવા આવતો

હાલમાં ‘ભૂત બંગલા’ના ટ્રેલર-લૉન્ચ માટે પ્રેસ-કૉન્ફરન્સ યોજવામાં આવી હતી. આ પ્રેસ-કૉન્ફરન્સમાં અક્ષય કુમાર અને તબુએ લગભગ પચીસ વર્ષ પછી ફરી સાથે કામ કરવાની યાદોને તાજી કરી. અક્ષયે જણાવ્યું કે તે ઇન્ડસ્ટ્રીમાં લગભગ ૩૫ વર્ષથી છે, પરંતુ તે તબુને ૩૮–૩૯ વર્ષથી ઓળખે છે. વાતચીત દરમ્યાન તબુએ એક મજેદાર યાદ શૅર કરીને કહ્યું કે તેઓ સાથે 
ડાન્સ-ઍકૅડેમીમાં જતાં હતાં ત્યારે અક્ષય તેને પોતાની બાઇક પર લેવા આવતો હતો.
વાતચીત દરમ્યાન અક્ષયે કહ્યું, ‘હું તમને તબુ વિશે એક વાત કહેવા માગું છું. હું આ ઇન્ડસ્ટ્રીમાં ઘણાં વર્ષોથી છું, પરંતુ હું તબુને ૩૮–૩૯ વર્ષથી ઓળખું છું. અમે બન્ને સાથે ડાન્સ-ઍકૅડેમીમાં જતાં હતાં અને આ વાત બહુ ઓછા લોકોને ખબર છે.’ 
આ વાતને આગળ વધારતાં તબુએ હસતાં-હસતાં કહ્યું, અક્ષય મને બાઇક પર પિક-અપ કરતો અને આટલું કહીને તેણે મીડિયા તરફ આંખ મિચકારીને મજાકનો માહોલ ઊભો કર્યો.

akshay kumar tabu bollywood buzz bollywood news bollywood entertainment news