અક્ષય કુમારે વેલકમ ટુ ધ જંગલની સફળતાનું શ્રેય આપ્યું કિરણ કુમાર અને ફરીદા જલાલને

03 July, 2026 11:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અક્ષય કુમારની ‘વેલકમ ટુ ધ જંગલ’ રિલીઝ થયા બાદથી જ બૉક્સ-ઑફિસ પર મજબૂત પ્રદર્શન કરી રહી છે.

શૂટિંગ દરમ્યાનની આ તસવીર શૅર કરી હતી

અક્ષય કુમારની ‘વેલકમ ટુ ધ જંગલ’ રિલીઝ થયા બાદથી જ બૉક્સ-ઑફિસ પર મજબૂત પ્રદર્શન કરી રહી છે. આ કૉમેડી-ડ્રામા ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો છે. હવે ફિલ્મની સફળતા ઊજવતાં અક્ષય કુમારે એક નવી પોસ્ટ દ્વારા આ ફિલ્મની સફળતાનું શ્રેય કિરણ કુમાર અને ફરીદા જલાલને આપ્યું છે.

શૂટિંગ દરમ્યાનની એક તસવીર શૅર કરતાં અક્ષયે લખ્યું હતું કે ’જો એક તસવીર હજાર શબ્દો જેટલી કીમતી હોય તો મારા માટે આ તસવીર લાખો શબ્દો કરતાં પણ વધુ કીમતી છે. આ ક્ષણે હું જે અનુભવી રહ્યો છું એની સામે ‘આભાર’ શબ્દ ખૂબ નાનો છે. ‘વેલકમ ટુ ધ જંગલ’ સાથે જોડાયેલી દરેક વ્યક્તિનો હું ઋણી છું, પણ ખાસ કરીને ફરીદાજી અને કિરણ સર જેવાં વરિષ્ઠ કલાકારો સમક્ષ હું માથું ઝુકાવીને કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. કદાચ તેમના આશીર્વાદના કારણે જ અમારી ફિલ્મને આપ સૌ તરફથી આટલો અણધાર્યો પ્રેમ મળી રહ્યો છે. ‘વેલકમ ટુ ધ જંગલ’ની સમગ્ર ટીમ તરફથી આપ સૌને ખૂબ-ખૂબ પ્રેમ. જય મહાકાલ.’

akshay kumar farida jalal indian cinema bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news