અક્ષય કુમારે મુલુંડના બે ફ્લૅટ ૧૨.૩૮ કરોડ રૂપિયામાં વેચીને કરી ૩.૩ કરોડ રૂપિયાની કમાણી

04 July, 2026 06:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અક્ષય કુમાર ઍક્ટિંગની સાથે-સાથે રિયલ એસ્ટેટમાંથી સારી એવી કમાણી કરી રહ્યો છે. તાજેતરના અહેવાલ મુજબ અક્ષય કુમારે મુલુંડ-વેસ્ટમાં આવેલા ઑબેરૉય એનિગ્મા પ્રોજેક્ટમાં પોતાના બે લક્ઝરી ફ્લૅટ વેચ્યા છે.

અક્ષય કુમાર

અક્ષય કુમાર ઍક્ટિંગની સાથે-સાથે રિયલ એસ્ટેટમાંથી સારી એવી કમાણી કરી રહ્યો છે. તાજેતરના અહેવાલ મુજબ અક્ષય કુમારે મુલુંડ-વેસ્ટમાં આવેલા ઑબેરૉય એનિગ્મા પ્રોજેક્ટમાં પોતાના બે લક્ઝરી ફ્લૅટ વેચ્યા છે. બન્ને ફ્લૅટની કુલ વેચાણકિંમત ૧૨.૩૮ કરોડ રૂપિયા રહી છે. આ બન્ને ફ્લૅટ ૧૮મા માળે આવેલા છે અને દરેક ફ્લૅટનો કાર્પેટ એરિયા ૧૮૮૬ ચોરસ ફુટ છે. બન્ને ફ્લૅટ સાથે ૩-૩ કાર-પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે અક્ષય કુમારે આ બન્ને ફ્લૅટ ઑક્ટોબર ૨૦૧૭માં અંદાજે ૯ કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. હવે એના વેચાણને પગલે આ બે પ્રૉપર્ટીમાંથી તેને ૩.૩ કરોડ રૂપિયાથી વધુનો નફો થયો છે.

akshay kumar mulund bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news