જો આદિત્ય ધર અથવા સંદીપ રેડ્ડી વાંગાને લાગે કે હું તેમની ફિલ્મ માટે યોગ્ય છું તો તેઓ જરૂર સંપર્ક કરે

21 April, 2026 11:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અક્ષય કુમારે જાહેરમાં આવું નિવેદન આપીને ઍક્શન ફિલ્મ કરવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી

અક્ષય કુમારની ફાઇલ તસવીર

અક્ષય કુમાર હાલ પોતાની ફિલ્મ ‘ભૂત બંગલા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે ત્યારે આવા જ એક પ્રમોશનમાં તેણે ‘ધુરંધર’ ફ્રૅન્ચાઇઝની જબરદસ્ત પ્રશંસા કરી અને આદિત્ય ધર સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી.

પોતાની આ લાગણી વ્યક્ત કરતાં અક્ષય કુમારે જણાવ્યું હતું કે ‘હું મારી કરીઅરમાં કૉમેડી, ઍક્શન, રોમૅન્સ, હૉરર અને સસ્પેન્સ જેવી તમામ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છું, પણ હવે સંપૂર્ણ ઍક્શન ફિલ્મ કરવા માગું છું. જો આદિત્ય ધર અથવા સંદીપ રેડ્ડી વાંગાને લાગે કે હું તેમની ફિલ્મ માટે યોગ્ય છું તો તેઓ જરૂર સંપર્ક કરે.’

akshay kumar sandeep reddy vanga aditya dhar entertainment news bollywood bollywood news bollywood buzz bollywood gossips