26 December, 2025 10:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘વેલકમ ટુ ધ જંગલ’ના સાથી કલાકારો સાથે અક્ષય કુમાર
અક્ષય કુમારે ગઈ કાલે ક્રિસમસના અવસરે તેની આગામી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નો એક વિડિયો પોસ્ટ કર્યો હતો જેમાં આ ફિલ્મના કલાકારોની મોટી ફોજ જોઈ શકાય છે. ‘વેલકમ’ સિરીઝની આ ત્રીજી ફિલ્મ છે જે આવતા વર્ષે રિલીઝ થવાની છે. આ વિડિયો શૅર કરીને અક્ષયે લખ્યું : હું આ પહેલાં ક્યારેય આટલા મોટા પ્રોજેક્ટનો હિસ્સો નથી રહ્યો, અમારામાંથી કોઈ નથી રહ્યું. અમે અમારી આ ગિફ્ટ તમને આપવા આતુર છીએ. ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે.