અક્ષયકુમારની રિયલ હીરોગીરી

16 April, 2025 07:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્ટારપાવર દેખાડ્યા વગર તસવીરો ક્લિક કરાવવા માટે ઍરપોર્ટના સિક્યૉરિટી અધિકારીની પરમિશન માગી. અક્ષયકુમાર અને આર. માધવન હાલમાં તેમની આગામી ફિલ્મ ‘કેસરી ચૅપ્ટર 2’ના પ્રમોશન માટે અમ્રિતસર જવા માટે મુંબઈના પ્રાઇવેટ ઍરપોર્ટ પર પહોંચ્યા હતા.

ઍરપોર્ટના સિક્યૉરિટી અધિકારીની પરમિશન માગી

અક્ષયકુમાર અને આર. માધવન હાલમાં તેમની આગામી ફિલ્મ ‘કેસરી ચૅપ્ટર 2’ના પ્રમોશન માટે અમ્રિતસર જવા માટે મુંબઈના પ્રાઇવેટ ઍરપોર્ટ પર પહોંચ્યા હતા. આ સમયે તેમને સાથે ક્લિક કરવા માટે ઍરપોર્ટની બહાર ફોટોગ્રાફર્સની ભીડ થઈ ગઈ હતી અને તેઓ સ્ટાર્સને સાથે ફોટો ક્લિક કરવા માટે આગ્રહ કરવા લાગ્યા હતા. જોકે આ સમયે અક્ષયે કોઈ પણ જાતનો સ્ટારપાવર દેખાડ્યા વગર ત્યાં ફરજ બજાવી રહેલા સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF)ના જવાન પાસેથી ફોટોગ્રાફર્સ પાસે જઈને પોઝ આપવાની પરવાનગી માગી હતી. સિક્યૉરિટી સંભાળનાર અધિકારીએ પરવાનગી આપી એ પછી જ અક્ષય અને આર. માધવને તસવીરો ક્લિક કરાવી હતી. 

akshay kumar r. madhavan mumbai domestic airport mumbai airport chhatrapati shivaji international airport mumbai news bollywood buzz bollywood news bollywood entertainment news