16 April, 2025 07:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષયકુમાર, આર. માધવન અને અનન્યા પાંડે
સફળતા માટે સ્ટાર્સની સુવર્ણ મંદિરમાં અરદાસ અક્ષયકુમાર, આર. માધવન અને અનન્યા પાંડેને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી તેમની ફિલ્મ ‘કેસરી ચૅપ્ટર 2’ ૧૮ એપ્રિલે રિલીઝ થવાની છે. આ ફિલ્મની વાર્તા અમ્રિતસરમાં થયેલા જલિયાંવાલા બાગ નરસંહારની આસપાસ આકાર લે છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર સી. શંકરન નાયર નામના વકીલનો રોલ ભજવી રહ્યો છે. આ ફિલ્મની રિલીઝ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ફિલ્મના મુખ્ય કલાકારોએ અમ્રિતસરના સુવર્ણ મંદિરની મુલાકાત લઈને આ ફિલ્મની સફળતા માટે અરદાસ કરી હતી. સુવર્ણ મંદિરની મુલાકાત પછી આ સ્ટાર્સ જલિયાંવાલા બાગ પણ ગયા હતા.