તમારા જેવું કોઈ નહીં બની શકે

06 September, 2026 01:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘હૈવાન’માં અસરાનીનો છેલ્લો શૉટ શૅર કરતી વખતે ઇમોશનલ થઈ ગયો અક્ષય કુમાર

અક્ષય કુમાર અને અસરાની

દિવંગત ઍક્ટર અસરાનીની છેલ્લી ફિલ્મ ‘હૈવાન’ છે, જે ૧૧ સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મની રિલીઝને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અક્ષયે સોશ્યલ મીડિયામાં ‘હૈવાન’માંથી અસરાનીના છેલ્લા શૉટનો વિડિયો શૅર કર્યો છે. આ વિડિયો શૅર કરતાં અક્ષય કુમારે કહ્યું છે કે તે અસરાનીને ખૂબ યાદ કરે છે.
અક્ષય કુમારે વિડિયો શૅર કરીને લખ્યું છે : ‘આ મારું સૌભાગ્ય છે કે મને આ દિગ્ગજ કલાકાર સાથે કામ કરવાની અને ‘હૈવાન’માં તેમનો છેલ્લો શૉટ જોવાની તક મળી. અસરાનીજી, તમારી ખૂબ યાદ આવે છે. તમારા જેવું કોઈ નહીં બની શકે.’

akshay kumar asrani tribute entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood social media social networking site