ઓહ માય ગૉડ 3માં રાની મુખરજી દેવીના રોલમાં, અક્ષય કુમારનો રોલ હશે નાનો

07 January, 2026 12:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સિરીઝની પહેલી બે ફિલ્મોમાં અક્ષયકુમાર લીડ રોલમાં જોવા મળ્યો હતો, પણ ત્રીજી ફિલ્મમાં તે માત્ર કૅમિયો કરશે

રાની મુખરજી

અક્ષયકુમારની લોકપ્રિય સિરીઝ ‘ઓહ માય ગૉડ’ના ત્રીજા ભાગ ‘ઓહ માય ગૉડ 3’માં અક્ષય સાથે રાની મુખરજી જોવા મળશે એવા રિપોર્ટ છે. આ બન્ને સ્ટાર્સ સ્ક્રીન પર પહેલી વખત સાથે જોવા મળશે. મળતી માહિતી પ્રમાણે રાની આ ફિલ્મમાં દેવીના રોલમાં જોવા મળશે. ‘ઓહ માય ગૉડ 3’નું શૂટિંગ એપ્રિલથી શરૂ થવાની સંભાવના છે અને હાલમાં એના પ્રી-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે.

આ ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ માહિતી આપી હતી કે ‘રાની મુખરજી ‘ઓહ માય ગૉડ 3’માં દેવીનો રોલ ભજવી શકે છે. આ સિરીઝની પહેલી બે ફિલ્મોમાં અક્ષયકુમાર લીડ રોલમાં જોવા મળ્યો હતો, પણ ત્રીજી ફિલ્મમાં તે માત્ર કૅમિયો કરશે. આમ આ ફિલ્મ પાછલી બન્ને ફિલ્મોથી સંપૂર્ણપણે અલગ હશે. અક્ષયના કૅમિયોને કારણે તેનું શૂટિંગ માત્ર એક-બે દિવસમાં પૂરું થવાની શક્યતા છે અને સ્ટોરીમાં મોટો ફેરફાર જોવા મળશે. આ ફિલ્મ પહેલાંની બન્ને ફિલ્મોથી સંપૂર્ણપણે અલગ હશે.’

oh my god rani mukerji akshay kumar upcoming movie entertainment news bollywood bollywood news