02 September, 2025 08:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર
અક્ષય કુમાર અત્યારે તેની આગામી ફિલ્મ ‘હૈવાન’નું કેરલાના કોચીમાં શૂટિંગ કરી રહ્યો છે. અક્ષય કામમાં બહુ વ્યસ્ત છે આમ છતાં તે ગણેશોત્સવની ઉજવણી કરવાનું ભૂલ્યો નથી. અક્ષય કામના કારણે ભલે ઘરથી દૂર છે છતાં તેણે સેટ પર ક્રૂ સાથે મળીને ગણપતિની ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિનું વિસર્જન કરીને ગણેશોત્સવની ઉજવણી કરી છે.