17 April, 2026 10:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પોતાની પોસ્ટમાં અક્ષય કુમારે જણાવ્યું હતું કે ‘આ તસવીર ‘ભૂત બંગલા’ના શૂટિંગ દરમ્યાનની છે
લગભગ ૧૪ વર્ષના લાંબા બ્રેક બાદ અક્ષય કુમાર અને ડિરેક્ટર પ્રિયદર્શનની જોડી ‘ભૂત બંગલા’માં જોવા મળશે. ‘ભૂત બંગલા’ ગઈ કાલે પેઇડ પ્રિવ્યુ તરીકે રિલીઝ થઈ છે. આ ફિલ્મની રિલીઝ વખતે અક્ષયે ફિલ્મમાં તેની સાથે કામ કરનાર દિવંગત ઍક્ટર અસરાનીને યાદ કરીને ભાવુક પોસ્ટ શૅર કરી છે. અસરાનીનું ૨૦ ઑક્ટોબરે અવસાન થયું હતું અને હવે ‘ભૂત બંગલા’માં તેમની ઝલક જોવા મળશે. અક્ષય કુમારે સોશ્યલ મીડિયા પર અસરાની સાથેની તસવીર શૅર કરીને લખ્યું હતું કે કેટલીક તસવીરો માત્ર યાદગીરી નથી હોતી, પરંતુ આખી સફર પોતાની અંદર સમાવી લે છે.
પોતાની પોસ્ટમાં અક્ષય કુમારે જણાવ્યું હતું કે ‘આ તસવીર ‘ભૂત બંગલા’ના શૂટિંગ દરમ્યાનની છે અને અસરાની સાથે મારી બીજી છેલ્લી ફિલ્મ હતી. મેં અસરાની સાથે કુલ ૧૨ ફિલ્મોમાં કામ કર્યું હતું અને દરેક ફિલ્મમાંથી તેમની પાસેથી હું કંઈક નવું શીખ્યો હતો. અસરાની સાથે કામ કરવું હંમેશાં એક માસ્ટરક્લાસ જેવું લાગતું હતું. આમ કૉમેડી સરળ લાગતી હોય છે પરંતુ એ એક મુશ્કેલ કળા છે અને અસરાની એના સાચા શિક્ષક હતા. ‘ભૂત બંગલા’ પ્રોજેક્ટ નહીં, એક યાદ અને શ્રદ્ધાંજલિ છે. અસરાની હંમેશાં યાદોમાં જીવંત રહેશે.’