તું આજે પણ મને કોઈ પણ સ્ટન્ટ કરતાં વધારે જોરથી મારે છે

31 December, 2025 09:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અક્ષય કુમારે ફની અંદાજમાં પત્ની ટ્‍વિન્કલને બાવનમી વર્ષગાંઠની શુભેચ્છા આપી

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અક્ષય કુમારે પત્ની ટ્‍વિન્કલ ખન્નાની બાવનમી વર્ષગાંઠે તેની સાથેની એક ખાસ તસવીર શૅર કરીને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. આ તસવીર સાથે અક્ષયે લખ્યું, ‘દરેક ઍક્શન હીરોની પાછળ એક એવી પત્ની હોય છે જે માત્ર એક નજર કે એક કિકથી તેને નૉકઆઉટ કરી શકે છે. મિસિસ ફનીબોન્સ, તું આજે પણ મને કોઈ પણ સ્ટન્ટ કરતાં વધારે જોરથી મારે છે. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, લવ યુ.’

twinkle khanna happy birthday akshay kumar social media entertainment news bollywood bollywood news