આર્મી મેજર પાસે ‘ગોરખા’ માટે સજેશન માગ્યા અક્ષયકુમારે

17 October, 2021 03:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મના પોસ્ટરમાં ઉપયોગમાં લેવામાં આવેલી ખુકરી અલગ હોવાથી મેજરે તેના પર ધ્યાન દોરતા વધુ સલાહ-સૂચન માગ્યા તેણે

‘ગોરખા’માં અક્ષયકુમાર

અક્ષયકુમારે તેની આગામી ફિલ્મ ‘ગોરખા’નો પોસ્ટર શૅર કર્યો હતો. એમાં જે ખુકરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ ખોટી છે એવો ઉલ્લેખ મેજર માનિક એમ. જોલીએ કર્યો છે. તેમનું ધ્યાન આ દિશામાં દોરવા માટે અક્ષયકુમારે આભાર માન્યો છે. સાથે જ અન્ય સલાહ-સૂચનો પણ માગ્યા છે. ટ્વિટર પર ‘ગોરખા’ના પોસ્ટરની સાથે ખુકરીનો ફોટો શૅર કરીને મેજર માનિક એમ. જોલીએ ટ્વીટ કર્યું હતું કે ‘ડિયર અક્ષયજી, ગોરખા ઑફિસરને લઈને ફિલ્મ બનાવવા બદલ આભાર. આમ છતાં વિસ્તારપૂર્વક માહિતી હોવી પણ જરૂરી છે. ખુકરી સાચી લેવી જરૂરી છે. એની તીક્ષ્ણ ધાર બીજી બાજુ વળેલી હોય છે. આ કોઈ તલવાર નથી. ખુકરી અંદરની તરફ વાર કરે છે. ખુકરીનો ફોટો મેં રેફર કરવા આપ્યો છે એનાં પર ધ્યાન દોરી રહ્યો છું.’

મેજરનાં આ ટ્વીટ પર રિપ્લાય આપતાં અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું કે ‘ડિયર મેજર જોલી, આ વિશે અમારુ ધ્યાન દોરવા માટે આભાર. ફિલ્મ બનાવતી વખતે પણ અમે ખાસ ધ્યાન રાખીશું. ‘ગોરખા’ બનાવવાનું મને ગર્વ અને સન્માનનો અનુભવ થઈ રહ્યો છે. આ વાસ્તવિક કથાને લઈને તમારા સલાહ-સૂચનો પણ આવકાર્ય રહેશે.’

entertainment news bollywood bollywood news upcoming movie akshay kumar