20 December, 2025 02:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટે હાલમાં જ પચીસમા ઇન્ડિયન ટેલિવિઝન અવૉર્ડ્સ સમારોહમાં હાજરી આપી હતી. બાંદરા-કુર્લા કૉમ્પલેક્સમાં આવેલા જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ગુરુવારે યોજાયેલી આ અવૉર્ડ નાઇટમાં આલિયા છવાઈ ગઈ હતી. આ ઇવેન્ટ માટે આલિયાનું સ્ટાઇલિંગ સોનમ કપૂરની બહેન રિયા કપૂરે કર્યું હતું અને તેણે આલિયાના ફોટોગ્રાફ્સ સોશ્યલ મીડિયા પર શૅર કર્યા હતા.