ફેશન કા હૈ યે જલવા

15 May, 2026 10:35 AM IST  |  Cannes | Gujarati Mid-day Correspondent

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં છવાયાં આલિયા ભટ્ટ અને તારા સુતરિયા

આલિયા ભટ્ટ અને તારા સુતરિયા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં

ફ્રાન્સમાં યોજાયેલા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બુધવારે આલિયા ભટ્ટ આઇસ બ્લુ ગાઉનમાં રેડ કાર્પેટ પર જોવા મળી. ફિલ્મ ‘અ વુમન્સ લાઇફ’ના પ્રીમિયર દરમ્યાન તેનો ‘સિન્ડ્રેલા’ અવતાર જોવા મળ્યો.

બ્યુટી-બ્રૅન્ડ લૉરિઆલ દ્વારા યોજાયેલી લક્ઝરી ડિનર ઇવેન્ટમાં આલિયાએ બર્ગન્ડી અને આઇવરી શેડનું કસ્ટમ કૉર્સેટ ગાઉન પહેર્યું હતું. આલિયાએ સોશ્યલ મીડિયામાં પોતાના આ લુકની તસવીરો પોસ્ટ કરી હતી.

કાન ફેસ્ટિવલમાં તારા સુતરિયાએ પોતાના સિમ્પલ પણ સ્ટાઇલિશ લુકથી ધ્યાન ખેંચવામાં સફળતા મેળવી હતી. તારા સુતરિયા બે અલગ-અલગ લુકમાં જોવા મળી હતી. તારાએ બ્લૅક એન્ડ વાઇટ આઉટફિટમાં ડેબ્યુ લુક ડિઝાઇન કર્યો હતો. આ પછી તારા ‘રેડ સી વિમેન ઇન સિનેમા’ ઇવેન્ટમાં ઑફ-શોલ્ડર નેકલાઇનવાળા બ્લૅક આઉટફિટમાં જોવા મળી હતી.

cannes film festival alia bhatt Tara Sutaria fashion entertainment news bollywood bollywood news