14 January, 2026 03:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પુષ્પા 2 : ધ રૂલ જપાનમાં ગ્રૅન્ડ રિલીઝ માટે તૈયાર
અલ્લુ અર્જુનની સુપરહિટ ‘પુષ્પા 2 : ધ રૂલ’ જપાનમાં ‘પુષ્પા કુનરિન’ નામથી ગ્રૅન્ડ રિલીઝ માટે તૈયાર છે અને એનું પ્રીમિયર ૧૬ જાન્યુઆરીએ યોજાશે. આ પ્રીમિયરમાં હાજરી આપવા માટે અલ્લુ અર્જુન પરિવાર સાથે ટોક્યો પહોંચ્યો છે. જપાની ફૅન્સે અલ્લુ અર્જુનનું ખૂબ ઉત્સાહભર્યું સ્વાગત કર્યું અને અલ્લુ અર્જુને પણ તેમનો આભાર માન્યો હતો. આ ફિલ્મ જપાનમાં આશરે ૨૫૦ સિનેમાહૉલમાં દર્શાવવામાં આવશે. જપાની દર્શકો ભારતીય ફિલ્મોને ખાસ પસંદ કરે છે એથી મેકર્સને પૂરો વિશ્વાસ છે કે ફિલ્મ ત્યાં પણ સુપરહિટ સાબિત થશે.