મને આજે પણ છે તેરે નામમાં કામ ન કરી શકવાનો અફસોસ

27 April, 2026 03:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમીષા પટેલે જણાવ્યું કે સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ પહેલાં મને ઑફર થઇ હતી, આ ફિલ્મમાં સલમાનની હિરોઇન તરીકે ભૂમિકા ચાવલા જોવા મળી હતી અને એને પણ સારી એવી લોકપ્રિયતા મળી હતી.

મને આજે પણ છે તેરે નામમાં કામ ન કરી શકવાનો અફસોસ

૨૦૦૩માં રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ ‘તેરે નામ’ બૉક્સ-ઑફિસ પર સફળ રહી હતી. ફિલ્મમાં સલમાન ખાનની હેરસ્ટાઇલે એક નવો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. આ ફિલ્મમાં સલમાનની હિરોઇન તરીકે ભૂમિકા ચાવલા જોવા મળી હતી અને એને પણ સારી એવી લોકપ્રિયતા મળી હતી. જોકે હાલમાં અમીષા પટેલે  ખુલાસો કર્યો કે ભૂમિકાએ ભજવેલો રોલ પહેલાં તેને ઑફર કરવામાં આવ્યો હતો અને તેને આજે પણ આ ફિલ્મ ન કરી શકવાનો અફસોસ છે. 
‘તેરે નામ’માં કામ કરવાની ના પાડવા પાછળનું કારણ જણાવતાં અમીષાએ કહ્યું હતું કે ‘કાશ... મેં આ ફિલ્મ માટે ના ન પાડી હોત. જ્યારે સલમાને મને આ ફિલ્મની ઑફર આપી હતી ત્યારે બધું હવામાં હતું. ફિલ્મના ડિરેક્ટર કે શૂટિંગ-શેડ્યુલ પણ નક્કી નહોતું. સલમાન ‘તેરે નામ’ માટે બહુ ઉત્સાહિત હતો પણ જ્યારે ફિલ્મનું શૂટિંગ શરૂ થયું ત્યારે હું પહેલેથી જ વ્યસ્ત થઈ ગઈ હતી અને બીજા પ્રોજેક્ટ માટે કમિટમેન્ટ આપી ચૂકી હતી. જો સલમાન મારી પાસે નક્કી તારીખ અને ડિરેક્ટર સાથે આવ્યો હોત તો મેં ચોક્કસ ‘તેરે નામ’ જેવી ફિલ્મને ના ન પાડી હોત. એ ખરેખર ખૂબ સુંદર ફિલ્મ હતી. મને એની વાર્તા ખૂબ ગમી હતી. મને એનાં ગીતો પણ ખૂબ પસંદ આવ્યાં હતાં. આ ફિલ્મ ન કરીને મારું જ નુકસાન થયું છે.’

ameesha patel Salman Khan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news