‘વક્ત’ માટે અમિતાભ અને અક્ષય ફી છોડવા તૈયાર હતા: વિપુલ શાહ

22 April, 2021 12:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે પ્રોડ્યુસરે તેમને ફી આપી હતી

વિપુલ શાહ

વિપુલ શાહે જણાવ્યું હતું કે ‘વક્તઃ ધ રેસ અગેઇન્સ્ટ ટાઇમ’ માટે અમિતાભ બચ્ચન અને અક્ષયકુમાર ફી માફ કરવા તૈયાર હતા. જોકે પ્રોડ્યુસરે તેમને ફી આપી હતી. આ ફિલ્મ ૨૦૦૫ની ૨૦ એપ્રિલે રિલીઝ થઈ હતી. એ ફિલ્મ પહેલાં વિપુલ શાહ ‘આંખેં’ બનાવી રહ્યા હતા. ‘વક્ત’ સાથે સંકળાયેલી વાતોને યાદ કરતાં વિપુલ શાહે કહ્યું હતું કે ‘અમે જ્યારે ‘આંખેં’ બનાવી રહ્યા હતા ત્યારે મેં અમિત સર અને અક્ષયકુમાર સાથે ચર્ચા કરી હતી કે આતિશ કાપડિયા ફિલ્મને ડિરેક્ટ કરશે અને લખશે. એ બન્નેને સ્ટોરી ખૂબ પસંદ પડી હતી અને અમે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. મેં જ્યારે અમિતજી અને અક્ષયકુમારને જણાવ્યું કે હું આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યો છું તો બન્નેએ ફી લેવાની ના પાડી હતી. જોકે આ ફિલ્મના મારા પાર્ટનર મિસ્ટર મનમોહન શેટ્ટીએ અને મેં નક્કી કર્યું હતું અને તેમને ફી અમે આપી હતી. વાસ્તવિકતા એ છે કે આવા મોટા સુપરસ્ટાર્સ મારી પડખે ઊભા હતા અને તેઓ પોતાની ફી પણ છોડવા તૈયાર હતા. એ મારા માટે દિલની સ્પર્શી જનારી બાબત છે.’

entertainment news bollywood bollywood news amitabh bachchan akshay kumar vipul shah waqt