કિંગની સાથે રિલીઝ નહીં થાય શક્તિ શાલિની

18 May, 2026 10:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક રિપોર્ટ મુજબ ‘શક્તિ શાલિની’નું પ્રોડક્શન હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે

શાહરુખ ખાન ‘કિંગ’માં

મોહિત સૂરિની ફિલ્મ ‘સૈયારા’થી રાતોરાત સ્ટાર બનેલી ઍક્ટ્રેસ અનીત પડ્ડા પોતાની આગામી ફિલ્મ ‘શક્તિ શાલિની’ને લઈને ચર્ચામાં છે. અનીતને ડબલ રોલમાં ચમકાવતી આ હૉરર કૉમેડી પહેલાં ૨૪ ડિસેમ્બરે રિલીઝ થવાની હતી પણ હવે ફિલ્મની રિલીઝ-ડેટ આગળ ધપાવી દેવામાં આવી છે. જોકે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અને નવી ડેટ પણ જાહેર થઈ નથી.

એક રિપોર્ટ મુજબ ‘શક્તિ શાલિની’નું પ્રોડક્શન હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. આ ફિલ્મ આ વર્ષે ૨૪ ડિસેમ્બરે રિલીઝ થવાની હતી. આ દિવસે શાહરુખની ‘કિંગ’ પણ રિલીઝ થવાની છે. આ સંજોગોમાં ‘શક્તિ શાલિની’ બૉક્સ-ઑફિસ પર શાહરુખ ખાનની ‘કિંગ’ સાથે ટક્કર લેવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હતી, પરંતુ હવે ‘શક્તિ શાલિની’ની રિલીઝ પોસ્ટપોન કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મ આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થઈ શકે છે.

king Shah Rukh Khan aneet padda box office upcoming movie entertainment news bollywood bollywood news