અનુપમ ખેરે મહાકાલેશ્વર મંદિરમાં બાબા મહાકાલનાં કર્યાં દર્શન

22 April, 2026 10:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનુપમ ખેરે પોતાની આ યાત્રાની ઝલક સોશ્યલ મીડિયા પર શૅર કરી

અનુપમ ખેરે જણાવ્યું કે તે મંદિરમાં પ્રાર્થના કરવા આવ્યા હતા

અનુપમ ખેર હાલમાં મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલા પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર પહોંચ્યા હતા જ્યાં તેમણે ભગવાન મહાકાલનાં દર્શન કર્યાં અને પૂજા-અર્ચના કરી. અનુપમ ખેરે પોતાની આ યાત્રાની ઝલક સોશ્યલ મીડિયા પર શૅર કરી. અનુપમે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આવીને ભગવાનનાં દર્શન કરવાનો અનુભવ અદ્ભુત અને દિવ્ય રહ્યો. અહીં આવીને મારા આત્માને અલગ જ પ્રકારની શાંતિ અને શક્તિનો અનુભવ થયો.’

અનુપમ ખેરે જણાવ્યું કે તે મંદિરમાં પ્રાર્થના કરવા આવ્યા હતા અને દરેકનાં સુખ, શાંતિ અને દેશના કલ્યાણ માટે પણ પ્રાર્થના કરી. અનુપમ ખેરે મંદિરની વ્યવસ્થાની પણ ખુલ્લેઆમ પ્રશંસા કરી અને કહ્યું કે અહીં માત્ર VIP માટે નહીં પરંતુ દરેક ભક્ત માટે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે તેમ જ બધું ખૂબ જ સારી રીતે સંચાલિત છે.

anupam kher ujjain madhya pradesh entertainment news bollywood bollywood news