10 September, 2026 03:50 PM IST | London | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી હાલમાં કૅઝ્યુઅલ લુકમાં લંડનની સડકો પર સાથે ફરતાં જોવા મળ્યાં હતાં. આ સમયે તેમની તસવીરોએ સોશ્યલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. સામાન્ય રીતે પોતાની પર્સનલ લાઇફને કૅમેરા અને જાહેર ચર્ચાથી દૂર રાખતું આ કપલ આ વખતે એકદમ સામાન્ય અંદાજમાં જોવા મળ્યું હતું. તેમના આઉટિંગમાં કોઈ ખાસ દેખાડો કે તૈયારી જોવા મળી નહોતી અને બન્ને એક સામાન્ય કપલની જેમ વૉકનો આનંદ માણતાં નજરે પડ્યાં હતાં. આ આઉટિંગમાં વિરાટ અને અનુષ્કા બન્ને એકબીજાનો હાથ પકડીને ચાલતાં જોવા મળ્યાં હતાં. આ સમયે લોકોએ અનુષ્કાએ ગળામાં પહેરેલી તુલસી કંઠીની પણ નોંધ લીધી હતી. ફૅન્સને અનુષ્કાનો આ અંદાજ ખૂબ પસંદ આવ્યો છે.