અનુષ્કા શર્માની દીકરી વામિકાને જોઈ તમે?  અભિનેત્રીએ શેર કરી તસવીર 

14 October, 2021 08:50 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

અનુષ્કા શર્માએ બુધવારે દુર્ગા અષ્ટમી નિમિત્તે દીકરીની નવી તસવીર શેર કરી હતી.

અનુષ્કા શર્મા

બૉલિવૂડ સેલેબ્સની જેમ તેમના સંતાનો પણ હંમેશા ચર્ચા રહેતા હોય છે. સોશિયલ મીડિયામાં તેમની ઝલક દેખાતા તુરંત જ વાયરલ થવા લાગે છે. તાજતેરમાં અભિનેત્રી અનુષ્કા શર્માનો તેની પુત્રી વામિકા સાથેની તસવીર વાયરલ થઈ છે. અનુષ્કા શર્માએ બુધવારે દુર્ગા અષ્ટમી નિમિત્તે દીકરીની નવી તસવીર શેર કરી હતી. અભિનેત્રી અને તેના પતિ ક્રિકેટર વિરાટ કોહલીની પુત્રી વામિકાનું નામ સંસ્કૃત નામ છે. મા દુર્ગાનું સંસ્કૃત નામ વામિકા છે.

અનુષ્કાએ ઇન્સ્ટાગ્રામ પર વામિકાની એક તસવીર શેર કરી જેમાં તેનો ચહેરો દેખાતો નથી. બાળકી તેની માતા અનુષ્કાના નાકને બાઈટ કરતી  જોવા મળે છે અને અભિનેત્રી હસતી જોવા મળે છે. તસવીર શેર કરતાં અનુષ્કાએ લખ્યું, `દરેક દિવસ મને વધુ બહાદુર અને હિંમતવાન બનાવી રહ્યો છે. મારી નાની વામિકા, તારી અંદર દેવીની શક્તિ હોય તેવી મારી ઇચ્છા છે. હેપ્પી અષ્ટમી.`

અનુષ્કા અને વિરાટ સતત વામિકાની ઓળખ ગુપ્ત રાખે છે. મે મહિનામાં આસ્ક મી એનીથિંગ  દરમિયાન વિરાટને એક ચાહકે પુત્રીની ઝલક આપવા માટે કહ્યું હતું. આ અંગે ક્રિકેટરે કહ્યું, `અમે નક્કી કર્યું છે કે અમારા બાળકને સોશિયલ મીડિયા પર ખુલ્લું પાડવું નહીં, જ્યાં સુધી તે સમજી ન જાય કે સોશિયલ મીડિયા શું છે.`

ઉલ્લેખનીય છે કે, અનુષ્કાએ વિરાટ સાથે ત્રણ મહિનાનો સમય પસાર કર્યો હતો જ્યારે તે ઈંગ્લેન્ડમાં રમી રહ્યો હતો. બ્રેક દરમિયાન દંપતીએ યુકેની જગ્યાઓની મોજ માણી હતી અને ફોટો શેર કર્યા હતા. તેમજ આ દરમિયાન બંનેએ વામિકાના 6 મહિના પૂર્ણ થયાની ઉજવણી પણ કરી હતી..

bollywood news entertainment news anushka sharma virat kohli