રણબીર કપૂરની જેમ બાળકોના ચહેરા જાહેર કરશે અનુષ્કા?

17 April, 2024 06:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ ઍરપોર્ટ પર તેણે એવું કહ્યું હતું કે તે ભવિષ્યમાં તેનાં બાળકોને મળવા માટે મીડિયાને આમંત્રિત કરશે

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા પણ હવે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની જેમ તેનાં બાળકોના ચહેરા જાહેર કરશે એવી ચર્ચા ચાલી રહી છે. રણબીર અને આલિયાએ ગયા વર્ષે ક્રિસમસ દરમ્યાન મીડિયા સામે તેની દીકરી રાહાને દેખાડી હતી. આ જ રીતે અનુષ્કા પણ તેની દીકરી વામિકા અને દીકરા અકાયને દેખાડશે એવી ચર્ચા છે. અનુષ્કા હાલમાં જ લંડનથી મુંબઈ આવી ગઈ છે. મુંબઈ ઍરપોર્ટ પર તેણે ફોટોગ્રાફર્સને તેનાં બાળકોના ફોટો ન લેવા માટે વિનંતી કરી છે. તે હંમેશાં તેનાં બાળકોને મીડિયાથી દૂર રાખવા વિનંતી કરે છે. જોકે મુંબઈ ઍરપોર્ટ પર તેણે એવું કહ્યું હતું કે તે ભવિષ્યમાં તેનાં બાળકોને મળવા માટે મીડિયાને આમંત્રિત કરશે. જોકે એ જોવું રહ્યું કે અનુષ્કા ક્યારે તેનાં બાળકોને દુનિયા સામે દેખાડે છે.

entertainment news bollywood buzz bollywood news bollywood anushka sharma ranbir kapoor alia bhatt virat kohli